અમદાવાદ સદ્દવિચાર પરિવાર દ્વારા કલાકાર જગદીશ ત્રિવેદીને હરિભાઈ પંચાલ સેવારત્ન એવોડ અપાયો 

 

અમદાવાદ: અમદાવાદમાં સદ્દવિચાર પરિવાર દ્વારા  પી. કે. લહેરી અને કેન્સર સર્જન ડો. પંકજ શાહ તરફથી ડો. જગદીશ ત્રિવેદીને હરિભાઈ પંચાલ સેવારત્ન એવોર્ડનો એનાયત કરાયો હતો. આ એવોર્ડ  જ્યોતિબહેન થાનકીના હસ્તે એનાયત થયો ત્યારે જાણીતા હાસ્યલેખક રતિલાલ બોરીસાગર, લોકકલાનાં સંવાહક પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ, જાણીતા લોકગાયક અભેસિંહ રાઠોડ તેમજ ગુજરાતી ફીલ્મ અને નાટકના અભિનેતા જીતેન્દ્ર ઠક્કર તથા મોટી  સંખ્યામાં સેવા, સાહિત્ય અને કલાના ચાહકો ઉપસ્થિત રહ્યા હતા. જગદીશ ત્રિવેદીને આ સન્માનનીય એવોર્ડ સાથે ૧,૨૫,૦૦૦ સવા લાખ ‚પિયાનો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો, પરંતુ જગદીશ ત્રિવેદીએ એમાં ૭૫,૦૦૦ પંચોતેર હજાર ‚પિયા ઉમેરી સદ્વિચાર પરિવારને કુલ ૨,૦૦,૦૦૦ બે લાખ ‚પિયા આરોગ્ય અને શિક્ષણલક્ષી સેવા કરવા માટે અર્પણ કર્યા હતા