અમદાવાદ શ્રી દશા શ્રીમાળી વણિક મિત્ર મંડળના પ્રમુખપદે અરુણભાઈ શાહની નિમણૂક

 

અમદાવાદઃ શ્રી દશા શ્રીમાળી વણિક મિત્રમંડળ, અમદાવાદ દ્વારા ઇનામ વિતરણ, ઉજાણી, સન્માન સમારોહ અને આગામી બે વર્ષ માટે સમાજના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી. અમદાવાદમાં સુભારતી પ્રાર્થના ભવન, ગુલબાઈ ટેકરા ખાતે મુખ્ય મહેમાન ભરતભાઈ પરીખ અને બંસીભાઈ શાહના અધ્યક્ષપદે યોજાયેલા સમારોહમાં તેજસ્વી વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઇનામ અર્પણ કરી પ્રોત્સાહિત કરાયા હતા.

 આ પ્રસંગે સૌ જ્ઞાતિજનોને વિવિધ પ્રકારની રમતો રમાડવામાં આવી હતી, જેમાં વિજેતા બનેલા સ્પર્ધકોને ઇનામ અપાયાં હતાં, સાથે સાથે ઉજાણીનો આનંદ પણ માણ્યો હતો.

આ પ્રસંગે શ્રી દશા શ્રીમાળી વણિક મિત્રમંડળની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આગામી બે વર્ષ માટે પ્રમુખ, ઉપ-પ્રમુખ તથા વિવિધ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ અરુણભાઈ શાહ, ઉપ-પ્રમુખ તૃષાંતભાઈ પરીખ, સેક્રેટરી કમલભાઈ શાહ, જોઇન્ટ સેક્રેટરી રાજેનભાઈ શાહ, ટ્રેઝરર નિખિલભાઈ શાહ, કારોબારી સભ્યો નિપુણભાઈ શાહ, વ્રજેશભાઈ શાહ, કેયૂરભાઈ શાહ, શ્વેતાંગભાઈ શાહ, પ્રકાશભાઈ શાહ, ચિરાગભાઈ શાહ, નિરલભાઈ ચોક્સી, સુહાગભાઈ મોદી, ચંદ્રકાન્તભાઈ શાહ અને નરેશભાઈ શાહની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી.