અમદાવાદ શહેરના કોંગ્રેસ પ્રમુખ તરીકે યુવા નેતા નીરવ બક્ષી

 

અમદાવાદઃ લાંબા સામના અંતરાલ પછી ગુજરાત કોંગ્રેસમાં વિવિધ પોસ્ટ ઉપર નિમણૂંક કરવામાં આવી રહી છે. એમાં મહત્વની કહી શકાય એવી અમદાવાદ પ્રમુખ તરીકેની પોસ્ટ માટે શહેરના યુવા નેતા નીરવ સુરેન્દ્રભાઈ બક્ષીની નિમણૂંક થતાં કોંગ્રેસ પક્ષમાં એક નવા સંચારની લાગણી કાર્યકરોમાં ફેલાઈ છે. ઘણા વખતથી અમદાવાદ શહેર પ્રમુખ પદની નિમણૂંક માટે કોંગ્રેસમાં અસમંજસ ચાલી રહી હતી અને પ્રમુખ કોને બનાવવા એ અંગે પ્રદેશના નેતાઓ માટે મુંજવણ બની રહી હતી. એ સંજોગોમાં અમાવાદના લોકપ્રિય યુવા નેતા નીરવ બક્ષીની પસંદગી થતા કાર્યકરોમાં હર્ષની લાગણી ફેલાઈ છે. છેલ્લા પચીસથી પણ વધુ વર્ષોથી કોંગ્રેસ પક્ષમાં સક્રિય કાર્યકર બનીને કામ કરતાં નીરવ બક્ષી ફક્ત કોંગ્રેસ જ નહિ પણ તમામ પક્ષોમાં અજાતશત્રુની છાપ ધરાવે છે. યુનિવર્સિટીમાં વિધ્યાર્થી નેતા, યૂથ કોંગ્રેસ અને એનએસ યુયાઈમાં સફળ નેતૃત્વ કરીને અમદાવાદ શહેરની કોર્પોરેશનની ચુટણીમાં દરિયાપુર મતવિસ્તારમાથી ભારે બહુમતિથી તેઓ સમગ્ર પેનલ સાથે ચૂટાઈ આવ્યા હતા. કોંગ્રેસ પક્ષના સિનિયર નેતા અને સતત ચાર ટર્મથી કોર્પોરેટર તરીકે દબદબો જાળવનાર સુરેન્દ્ર બક્ષીના પુત્ર નીરવ બક્ષી ખૂબ જ મહતકાંક્ષી રાજકીય નેતાની છાપ ધરાવે છે. તેમણે અમેરીકામાં પણ જ્ત્ખ્ (ટ્રાય સ્ટેટ) સાથે પોતાના સંબંધો કેળવ્યા છે. તેમની નિમણૂંકે કોંગ્રેસ પક્ષમાં નવું જોમ પૂરૂં પાડ્યું છે.