અમદાવાદ ઍસજીવીપી ગુરૂકુલના અધ્યક્ષ માધવપ્રિયદાસજી યુકેના પ્રવાસે

 

અમદાવાદઃ ઍસજીવીપી ગુરૂકુલ અમદાવાદના અધ્યક્ષ માધવપ્રિયદાસજી સ્વામી યુકે સત્સંગ યાત્રા દરમિયાન લેસ્ટર પધાર્યા હતા. સ્વામીની ઉપસ્થિતિમાં હિંદુ ધર્મની પરંપરાને દૈદિપ્યમાન કરનાર અનેક આયોજનો થયા હતા. પૂ. સ્વામી હિંદુ સનાતન મંદિરે પધાર્યા હતા. જ્યાં મંદિરના પ્રમુખ રમણીકભાઈ બાર્બર તથા અન્ય કમિટિના સભ્યોઍ સ્વામીનું ઉષ્માભેર સ્વાગત કર્યુ હતું અને સત્સંગનો લાભ લીધો હતો.

લેસ્ટરમાં યોગેશભાઈ ગાંધીના નિવાસસ્થાને મહાવિષ્ણુયાગનું આયોજન કરવામાં આવ્યું હતું.  સમગ્ર દિવસ દરમિયાન ધાર્મિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતો. મહાવિષ્ણુયાગની પૂર્ણાહુતિમાં ઉપસ્થિત પૂ. સ્વામીઍ શ્રીફળ હોમ કર્યો હતો. મંગલ આશીર્વાદ પાઠવતા સ્વામીઍ મહાવિષ્ણુયાગનો દિવ્ય મહિમા સમજાવ્યો હતો. અગ્નિનારાયણ ભગવાન વિષ્ણુનું મુખ છે. યજમાને પ્રેમથી આપેલી આહુતિનો અગ્નિરાયણ સર્વ શુભ મનોરથ પુરા કરે છે. ગીતાજીમાં ભગવાન શ્રીકૃષ્ણઍ અનેક પ્રકારના યજ્ઞો બતાવ્યા છે જેમાં જપયજ્ઞો શ્રેષ્ઠ છે. ઍસજીવીપી ગુરૂકુલ અમદાવાદ યજ્ઞશાળામાં થતા અનેક પ્રયોગોની સિદ્ધિ જણાવતા સ્વામીઍ કહ્નાં કે ઍસજીવીપી ગુરૂકુલમાં નિત્ય વૈદિક યજ્ઞ તો થાય જ છે. આ ઉપરાંત હોલિસ્ટિક હોસ્પિટલના નિષ્ણાંત વૈદ્યો આયુર્વેદ શાસ્ત્રમાં દર્શાવેલી પદ્ધતિ અનુસાર આરોગ્ય યજ્ઞ પણ કરવામાં આવે છે. યજ્ઞ ચિકિત્સા દ્વારા અનેક દરદીઅોને વિવિધ પ્રકારના લાભ થઇ રહ્નાં છે.