અમદાવાદમા વિશિષ્ટ ટુર્નામેન્ટ સરદાર અંગ્રેજસિંહ ક્રિકેટ કપ

 

અમદાવાદઃ પશ્ચિમ રેલ્વેના વ્ઘ્ કર્મચારીઓ દ્વારા સ્ટાફના નિવૃત્ત થઈ રહેલા લોકપ્રિય સહકર્મચારી અંગ્રેજસિંહ માટે એક ખાસ ક્રિકેટ ટુર્નામેંટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પશ્ચિમ રેલ્વેની આઠ જેટલી ટીમોએ ભાગ લીધો હતો. ચીફ ટિકિટ ઈન્સ્પેકટર અંગ્રેજસિંહના રિટાયરમેંટ નિમિત્તે રેલ્વે વ્ઘ્ સ્ટાફ વતી તેમના સન્માનમાં ક્રિકેટ ટુર્નામેંટનું આયોજન કરવામાં આવ્યું હતું. ૨૮ અને ૨૯ માર્ચ બે દિવસ ચાલેલી આ ટૂર્નામેંટનું ઉદ્ઘાટન શહેરના મેયર કિરીટ પરમારે કર્યું હતું. જેમાં પશ્ચિમ રેલ્વે કર્મચારીઓની કુલ આઠ ટીમોએ ભાગ લીધો હતો. આ ટીમોમાં અમદાવાદ, રાજકોટ, ભાવનગર, વડોદરા, મુંબઈ-૧, મુંબઈ-૨, રેલ્વે બોર્ડ – દિલ્હી, રતલામના કર્મચારીઓએ ભાગ લીધો હતો. આ ટૂર્નામેંટમાં વિજેતા તરીકે મુંબઈ-૧ અને રનર અપ તરીકે રતલામની ટીમો જાહેર થઈ હતી.