અમદાવાદમાં હરદ્વાર ગોસ્વામીના પુસ્તકને પારિતોષિક 

 

અમદાવાદઃ છેલ્લા ૫૦ વર્ષથી કાર્યરત અસાઈતસભા વિવિધ સાહિત્યિક પ્રવૃત્તિ કરે છે. અસાઈત સાહિત્યસભાના ઉપક્રમે આયોજિત શ્રેષ્ઠપુસ્તક પારિતોષિક અંતર્ગત હરદ્વાર ગોસ્વામીના નિબંધસંગ્રહ ‘કલરવ’ને ૨૦૨૧નું શ્રેષ્ઠ દ્વિતીય પારિતોષિક ઍનાયત થયું છે. અગાઉ ગુજરાત સાહિત્ય અકાદમીનો પ્રતિષ્ઠિત ઍવોર્ડ યુવા ગૌરવ પુરસ્કાર પણ પ્રાપ્ત થઇ ચુક્યો છે. હરદ્વાર ગોસ્વામીનાં ૩૦થી વધુ  પુસ્તકો પ્રગટ થઇ ચુક્યાં છે.