અમદાવાદમાં સોમનાથ સંસ્કૃત સુવર્ણ ચંદ્રક અર્પણ સમારોહ

સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટ ડીડમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રતિ વર્ષ સોમનાથ સંસ્કૃત સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવે છે. વર્ષ 2017 તથા ચાલુ વર્ષ 2018નો સુવર્ણ ચંદ્રક સંસ્કૃતને સમર્પિત ડો. ગૌતમભાઈ પટેલ તથા ડો. મણિભાઈ પ્રજાપતિને અમદાવાદમા સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક હોલ સરદાર પટેલ ભવન શાહીબાગમાં અર્પણ કરાયો હતો. આ સમારંભમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સંસ્કૃત ભાષાને બિરદાવી હતી. ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઈ પટેલ સમારંભના અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી દ્વારા ઉપસ્થિત સર્વેનું સ્વાગત પ્રવચન કરાયું હતું.