અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે મોટા પોઝિટિવ સમાચાર

 

અમદાવાદઃ અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ અમદાવાદના લેટેસ્ટ પોઝિટિવ અપડેટ અંગે માહિતી આપતા જણાવ્યું કે, કુલ બુધવારે ૫૧ જેટલા લોકો રિકવર થતા ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદમાં ડિસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા ૩૧૩ પર પહોંચી ગઈ છે. ગુરુવાર બપોરે એસવીપી હોસ્પિટલમાં ૪૦ જેટલા દર્દી રિકવર થશે, આજે તેમના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. વધુને વધુ મોટી સંખ્યા કોરોના પોઝિટિવ દર્દીઓ અમદાવાદની હોસ્પિટલોમાં છે એ સારી બાબત છે. અમદાવાદમાં બુધવારે એસવીપી હોસ્પિટલમાંથી ૧૪ દર્દી રિકવર થયા. સમરસ હોસ્ટેલમાંથી ૩૪ દર્દીઓને રિકવર બાદ ડિસ્ચાર્જ અપાયા છે. તબીબો અને આરોગ્ય વર્કર્સ માટે સંતોષજનક બાબત છે, અમદાવાદીઓને પણ આ સમાચારથી હાશકારો થશે. કોરોના વાઇરસ બીજી ગંભીર બીમારીઓમાં કોરોના વાઇરસ જીવલેણ નીવડી શકે છે. આવા લોકો ખાસ કાળજી લે તો તેઓ પણ કોરોનાને માત આપી શકે છે.  

અમદાવાદ શહેરમાં કેસ ડબલિંગ રેટ ત્રણ ચાર દિવસોનો હતો. પ્રયાસો બાદ સાત આઠ દિવસ કર્યો હતો. આજે હવે કેસ ડબલિંગ રેટ ધીરે થઈને ૯ દિવસનો થઈ ગયો છે. તેને ઓછા દિવસ લઈ જવા માટે સતત પ્રયાસો કરી રહ્યાં છે. ત્રીજી તારીખ સુધી ૧૧ થી ૧૨ દિવસનો ડબલિંગ રેશિયો લાવવાનો છે. સાથે મળીને આ લડત આગળ ચલાવીશું તો તેમા પણ પરિણામ મળશે. ૧૭મી એપ્રિલના રોજ સારવાર હેઠળના કેસ ૫૫૭ હતા. જે ત્રણ દિવસમાં ડબલ થઈને ૨૦ એપ્રિલના રોજ ૧૧૬૨ થયા હતા. તે નવ દિવસ પછી ૨૯ એપ્રિલના રોજ ૨૩૧૪ થયા છે. આમ, ચાલશે તો ૧૫ મે સુધી ૧૦ થી ૧૫ હજાર કેસ ટોટલ કેસ થશે. તેને પહોંચી વળવા આપણે સક્ષમ છીએ. ઈન્ફેક્શન રિપોર્ટમાં વધારો ન થાય તે પ્રયાસો તમામે કરવા જોઈએ. લોકડાઉન દૂર થયા પછી ઈન્ફેક્શનનો રેટ વધતો હોય છે. તેથી લોકડાઉન બાદ પણ સાવચેતી રાખવાની રહેશે. અમદાવાદમાં ગુરુવારે બાવન દર્દીઓને રજા આપવામાં આવી.

તેમણે જણાવ્યું કે, એસવીપી હોસ્પિટલમાં અત્યાર સુધી કુલ ૧૦૦૦ દર્દીઓને સારવાર અપાઈ છે. તેથી અહીં દર્દીઓ માટે લિક્વિડ મેડિકલ ઓક્સિજન ટેન્ક સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. એસવીપીની ટીમે આ કામ ૧૫ દિવસમાં જ પૂર્ણ કર્યું. આ ટેન્કથી ૨૦ હજાર લિટર જેટલુ ઓક્સિજન આવે છે, જેથી ૨૦૦૦ જેટલા સિલેન્ડર સામે એક જ ટેન્કમાં ઓક્સિજનની વ્યવસ્થા કરી શકાય છે. તેમાં સ્પેશિયલ સેન્સર છે, જેથી ૪૦ ટકાથી ઓક્સિજન ઓછુ થશે, તો આપોઆપ દહેજમાં કંપનીને મેસેજ જશે, અને ટેન્કર ત્યાંથી તાત્કાલિક નીકળીને અમદાવાદ પહોંચશે, જે તાત્કાલિક ઓક્સિજન ભરી દેશે. અમદાવાદમાં કોટ વિસ્તારમાં દરિયાપુર દરવાજા પાસે આવેલ ઈશા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત લોખંડવાલા હોસ્પિટલને હવેથી કોવિડ હેલ્થ સેન્ટર તરીકે સંચાલન કરાશે. શુક્રવારથી આ હોસ્પિટલને અમદાવાદ મહાનગરપાલિકા અને ફાઉન્ડેશન દ્વારા કોવિડ સેન્ટર તરીકે ચલાવાશે. આ હોસ્પિટલ કોવિડના દર્દીઓને મફત સારવાર આપશે. કોઈ ચાર્જ દર્દી પાસેથી લેવાશે નહિ. મહાનગરપાલિકા તેઓને તમામ મદદ પૂરી પાડશે. 

વડોદરામાં નવા ૧૯ કેસની સાથે સંક્રમિતોની સંખ્યા ૩૦૦ને પાર, કુલ ૨૦ લોકોના મૃત્યુ

વડોદરાઃ ગુજરાતમાં અમદાવાદ અને સુરત બાદ કોરોના વાઇરસના સૌથી વધુ કેસ વડોદરામાં નોંધાયા છે. અહીં ગુરુવારે નવા ૧૯ કેસ નોંધાવાની સાથે કુલ સંક્રમિતોની સંખ્યા ૩૦૦ને પાર પહોંચી ગઈ છે. તો રાજ્યભરમાં કોરોના પીડિતોની સંખ્યા ૪ હજારને પાર પહોંચી છે. તો વડોદરામાં કોરોના વાઇરસને કારણે ગુરુવારે એક વ્યક્તિનું મોત પણ થયું છે. આ અત્યાર સુધી કુલ ૨૦ લોકોના મૃત્યુ થયા છે.