અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે હેલિકોપ્ટર રાઇડ શરૂ : લોકોમાં અનેરો ઉત્સાહ 

 

અમદાવાદઃ એરોટ્રાન્સ સર્વિસીઝ પ્રાઈવેટ લિમિટેડના સહયોગથી ૧લી જાન્યુઆરી ૨૦૨૨ના રોજ ગુજરાત સરકાર અમદાવાદના રિવરફ્રન્ટ ખાતેના હેલીપેડથી હેલિકોપ્ટર જોયરાઈડ્સ શરૂ કરી હતી . આ જોયરાઈડ્સનું ઉદઘાટન ૧લી જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ સાંજે ચાર વાગે રિવરફ્રન્ટ હેલીપેડ ખાતે ગુજરાત નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે થયું હતું. 

આ રાઈડ્સ દ૨ શિનવારે બપોરે અને રવિવારે સવારે માણી શકાશે . દરેક રાઈડમાં પાંચ મુસાફરો હશે અને તે ૯ મિનિટની રહેશે. આ રાઈડની કિંમત દરેક મુસાફર દીઠ રૂ. ૨,૩૬૦ રહેશે. જોયરાઈડ રિવરફ્રન્ટ હેલીપેડથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધી જઈને રિવરફ્રન્ટે પરત ફરશે.

જોયરાઈડ માટે અન્ય એક રૂટ રિવરફ્રન્ટથી સાયન્સ સિટી અને ત્યાંથી પરતનો રહેશે. આ રૂટ જાન્યુઆરી, ૨૦૨૨ના મધ્યેથી શરૂ થશે. રાઈડ્સનું શિડ્યુલ એરોટ્રાન્સની વેબસાઈટ ( https:// booking.aerotrans.in) તથા ગુજરાત સરકારની વેબ પોર્ટલ્સ પર પ્રસિદ્ધ થશે . ભારતમાં સૌપ્રથમ વખત લોકો આટલા કિફાયતી દરે હેલિકોપ્ટર જોયરાઈડ્સનો અનુભવ માણી શકશે . એરોટ્રાન્સ મેનેજમેન્ટ કોરોનાના સંક્રમણની વર્તમાન સ્થિતિથી ચિંતિત છે. આ સર્વિસની કામગીરી અંગે એરોટ્રાન્સ દ્વારા તમામ અગમચેતીના પગલાં લેવામાં આવશે.