અમદાવાદમાં રજૂ થઈ  ગુજરાતી ફિલ્મ -શું થયું ?

0
818

 

અમદાવાદમાં એક સરસ કોમેડી ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ છે,

જેનું નામ છે શું થયું …ફિલ્મમાં ચાર મિત્રોની કથા કહેવામાં આવી છે. મનન, ચિરાગ, નિલ અને વિરલ. મનનની ઈચ્છા દીપાલિ નામની યુવતી સાથે લગ્ન કરવાની છે. પરંતુ ક્રિકેટ રમવા જતા એને માથામાં વાગે છે.જેને લીધે મનન સ્મૃતિવિહીન બની જાય છે. એ દીપાલીને પણ ભૂલી જાય છે અને પછી…. વાર્તા ઈન્ટરેસ્ટિંગ છે. બહુ વખણાયેલી ફિલ્મ છેલ્લો દિવસની ટીમ આ ફિલ્મમાં ફરી એકસાથે ચમકી રહી છે. ગુજરાતી ફિલ્મના વિશ્વમાં હવે નવા કલાકારો, નવા વિષયો અને આધુનિકતા સાથેના સંબંધો – સંવેદનોની વાત કલાત્મક રીતે રજૂ કરતા પ્રતિભાસંપન્ન યુવાન ડિરેકટરોનું આગમન થઈ રહયું છે.