અમદાવાદમાં દિવ્યાંગ બાળકો માટે ગરબા સ્પર્ધા યોજાઈ

 

ગુજરાતમાં અને વિશ્વભરમાં અત્યારે નવરાત્રીના ઉત્સવોમાં લોકો મન મૂકીને ગરબા રાસની રમઝટ માણી રહ્યાં છે. અમદાવાદમાં આવેલ અપંગ માનવ મંડળ ખાતે આ વર્ષે પણ દિવ્યાંગ બાળકો માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓમ એજ્યુકોમના ડો. ઉમેશ ગુર્જરના સહયોગથી યોજાયેલ ગરબામાં અપંગ માનવ મંડળ સંસ્થાના દિવ્યાંગ બાળકોએ હોંશભેર ભાગ લીધો હતો. દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કરવાના શુભ આશયથી દર વર્ષે ગરબા અને સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જેમાં સાત વર્ષના બાળકથી લઈને 50-55 વર્ષના દિવ્યાંગો ગરબાના તાલે ઝૂમ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here