અમદાવાદમાં જાણીતા ચિત્રકાર નીતિ બુચની કૃતિઓનું પ્રદર્શન યોજાયું

 

નવોદિત અને અનુભવી ચિત્રકારોની કૃતિઓનું પ્રદર્શન અમદાવાદમાં હઠીસિંગ વિઝ્યુઅલ આર્ટ ગેલેરીસ્થિત યોજાયું હતું. જેમાં જાણીતા ચિત્રકાર નીતિ બુચનાં ગણેશજીનાં વૈવિધ્યસભર પેઇન્ટીંગ્સે આકર્ષણ જમાવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનાં પૂર્વ પ્રમુખ અને કળાપ્રેમી જયમીન વસા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. (ફોટોઃ ગુજરાત ટાઇમ્સ સંકલન)