અમદાવાદમાં કોરોના રોકવા તંત્ર એક્શનમાં, લેવાયા અનેક મોટા નિર્ણય

 

અમદાવાદઃ અમદાવાદમાં કોરોના વાઇરસના કેસ વધી રહ્યાં છે ત્યારે હવે રાજ્ય સરકારે વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ કુમાર ગુપ્તા અને અમદાવાદ શહેરમાં કોરોનાની કામગીરીની દેખરેખ સોંપવામાં આવી છે. 

રાજીવ કુમાર ગુપ્તાએ બુધવારે અમદાવાદ શહેરમાં નવા નિમાયેલા મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર તથા શહેરના તમામ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોની તાકીદની બેઠક યોજી અને શહેરની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.  તેમણે ગુરુવારથી અમલમાં આવે તે રીતે કેટલાક નિર્ણય લીધા છે તે અનુસાર શહેરની ૯ જેટલી ખાનગી હોસ્પિટલોને કે જેની અંદાજે ૧૦૦૦ બેડ જેટલી ક્ષમતા હોય તેવી ૯ હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલ તરીકે  જાહેર કરી છે. 

ઓછામાં ઓછી ૫૦ રૂમ ધરાવતી થ્રી સ્ટાર કેટેગરીની હોટલોને કોવિડ કેર સેન્ટરમાં ફેરવવાની કાર્યવાહી હાથ ધરવા પણ તેમણે જણાવ્યું છે. આવી ૫૦૦૦ બેડની ક્ષમતાવાળી હોટલોને આઈડેન્ટિફાય કરાઇ છે.

અમદાવાદમાં શાકભાજી-કરિયાણાની ખરીદી કરવા પડાપડી, સોશિયલ ડિસ્ટેન્સિંગ ભૂલ્યા લોકો

શાકભાજી અને ફ્રુટના ફેરિયાઓ કરિયાણા પ્રોવિઝન સ્ટોર્સ, સુપરમાર્કેટ, આઇસક્રીમ પાર્લર અને સ્વિગી ઝોમેટો જેવી ંઁશ્રજ્ઞ્ઁફૂ ફુફૂશ્રજ્ઞ્રુફૂશ્વક્ક કરતા ડીલીવરી  બોય સુપર સ્પેડર પુરવાર થાય છે. ત્યારે લોકોમાં સંક્રમણ અટકાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં તમામ દુકાનો ગુરુવારે સવારે છ વાગ્યાથી આગામી સાત દિવસ સુધી બંધ રાખવાની રહેશે. જોકે દૂધ અને દવાની દુકાનો ચાલુ રહેશે. સુપર સ્પ્રેડર લોકોનું સિ્ક્રનિંગ દરેક વોર્ડમાં કરાશે. 

શહેરના તમામ ૪૮ વોર્ડ માટે કન્ટેઈન્મેન્ટ સ્ટ્રેટેજી નક્કી કરાશે, જેમાં વોર્ડની વર્તમાન સ્થિતિ, ટેસ્ટીંગ સ્ટ્રેટેજી, અને લોકડાઉનના અમલનો સમાવેશ કરાશે. શહેરની નવ ખાનગી હોસ્પિટલોમાં કુલ ૧૦૦૦ બેડની એપેડેમિક એક્ટ હેઠળ કોવિડ ૧૯ હોસ્પિટલ બનાવાશે જેની જવાબદારી જે તે ડેપ્યુટી કમિશનરો સોંપાઈ છે.

દરેક ઝોનમાં ૩ સ્ટાર કેટેગરી અને તેનાથી નીચેની હોટલોમાં અને ખાનગી હોસ્ટેલ્સમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરાશે. તમામ ખાનગી ક્લિનિક, નર્સિંગ હોમ, હોસ્પિટલોને ૪૮ કલાકમાં શરૂ કરવા નોટિસ અપાશે. જો તેઓ આમ નગિ કરે તો તેમના લાયસન્સ રદ્દ કરાશે. જે ડોક્ટરો તેમના ક્લિનિક ખોલતા ન હોય તેમને કોવિડ કેર સેન્ટર અથવા તો ઘરે સારવાર લઈ રહેલા દર્દીઓની સેવામાં તૈનાત કરાશે.

દરેક ઝોનમાં સરેરાશ ૨,૦૦૦ જેટલા સુપર સ્પેડર નોંધાયા છે. આ તમામનું દરેક ઝોનમાં રોજ ૫૦૦ ટાર્ગેટ સાથે સ્ક્રીનિંગ કરાશે. અને ૧૫ સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરાશે. વધુ સુચના જારી ન થાય ત્યાં સુધી એટીએમ સિવાય તમામ બેન્કની બધી શાખાઓ જે રેડ ઝોનમાં છે તે બંધ રહેશે.

સામાન્ય અને હળવા લક્ષણોવાળા દર્દીઓ માટે તેમના ઘરમાં સરકારી માર્ગદર્શિકા અનુસાર અલગ રૂમ અને શૌચાલયની સુવિધા હશે તો તેમને ત્યાં જ રહેવા દેવાશે. આવા દર્દીઓની હેલ્થ વર્કરો દરરોજ મુલાકાત લેશે.

બે લાખ કોવિડ કેર કીટનું વિતરણ કરાશે જે દરેકમાં ૪ સાબુ, ૪ વોશેબલ માસ્ક, અને આયુર્વેદિક તેમજ હોમિયોપેથિક ઔષધિઓ હશે. આ કીટ વિતરણ હાલ શહેરમાં કાર્યરત ૬૦૦ સર્વેલન્સ ટીમ મેમ્બર્સ દ્વારા કરાશે.

વિવિધ એનજીઓ, યુથ સંસ્થાઓને કોરોના સામેની લડાઈ માટે મેદાનમાં ઉતારાશે. અને એએમસીની ચૂંટાયેલી પાંખ સાથે તેમની ફીડકેપ પ્રણાલિ સ્થાપિત કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here