અમદાવાદમાં કાશ્મીર ટુરીઝમને પ્રોત્સાહન માટે નવા આકર્ષણો

અમદાવાદઃ અમદાવાદમાં યોજાયેલ ઈન્ડિયા ટ્રાવેલ માર્ટમાં પ્રવાસ રસિયાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં કાશ્મીર પ્રવાસનને વેગ આપવા નવા અકર્ષણોની માહિતી કાશ્મીર પ્રવાસન વિભાગનાં અધિકારીઓએ આપી હતી.
ત્રણ દિવસ માટે યોજાયેલ ઈન્ડિયા ટ્રાવેલ પાર્ટમાં મહત્વના રાજ્યો દ્વારા પ્રવાસન સ્થળોનાં પેકેજ સહિત અનેક આકર્ષણો રજૂ કર્યા હતાં. જેમાં જમ્મુ અને કાશ્મીર ટુરિઝમનાં ડેપ્યુટી ડીરેક્ટર અનિલકુમાર અંડિલ અને પહેલગામ એહમદ સીમનાનીએ કાશ્મીરમાં સલામત પ્રવાસ સહિત અનેક નવા આકર્ષણની માહિતી આપી હતી. જેમાં મુખ્યત્વે કાશ્મીરમાં આવેલ કિશ્તરનાં 15 શિખર એડવેન્ચર સ્પોર્ટ સ્થળો તરીકે ખુલ્લા મુકવામાં આવશે. જેમાં ગોલાપકંગરી, કૈલાશ, કાલીદર, ટનક, તિપેન્ડુ જેવા શિખર પર ટેકિંગ માઉન્ટેનીંગ જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સહન આપવામાં આવશે.
ઈન્ડિયા ટ્રાવેલ્સ માર્ટમાં ગુજરાત રાજ્યસ્થાનનાં ટ્રાવેલ એજન્ટ અને ટુર ઓપરેટરો મોટી સંખ્યામાં જોડાયા હતાં. કોરોના કાળ બાદ લોકો પ્રવાસ તરફ વળે તે માટે યોજાયેલા આ મેળામાં અનેક લોકોએ લાભ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here