અમદાવાદમાં ઉદ્યમી બહેનોના ઉત્પાદનનું એક્ઝિબિશન યોજાયું


અમદાવાદઃ ઉદ્યમી બહેનોને પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી પ્રહ્લાદનગરમાં મધુર હોલમાં બે દિવસના બિઝનેસ એક્ઝિબિશનનું આયોજન મેઘધનુષ ઇવેન્ટ્સ અને સફલ ઇવેન્ટ્સ દ્વારા કરવામાં આવ્યું હતું. એક્ઝિબિશનમાં દરેક વયજૂથની વીમેન એન્ટર-પ્રિનિયર્સે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને પોતાની ગારમેન્ટસ, જ્વેલરી, ફૂડ પ્રોડક્ટ્સ, ડિઝાઇનર વેર જેવી વિવિધ પ્રોડક્ટસ રજૂ કરી હતી. સિવિલ ડિફેન્સના ચીફ વોર્ડન બાબુભાઈ ઝડફિયા અને ડેપ્યુટી ડિવિઝનલ ડો. મીરા પંચાલે મેઘધનુષ ઇવેન્ટ્સનાં દીપા સંઘવી તથા સફલ ઇવેન્ટસના રજની અગ્રવાલને ઉમદા કાર્ય કરવા બદલ શુભેચ્છા પાઠવી હતી