અમદાવાદમાં ઈન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ યોજાશે

અમદાવાદઃ અમદાવાદ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલની 5મી આવૃત્તિ આ વર્ષે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં 8, 9 અને 10 ડિસેમ્બર 2023ના રોજ યોજાશે. અમદાવાદ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલનો મૂળ હેતુ વિશ્વભરના બાળકો અને યુવાનોની પ્રતિભા, સર્જનાત્મકતા અને સંસ્કૃતિને સશક્ત બનાવવાનો છે. AICFF દરેક યુવાનોને તેમની વાર્તા કહેવા માટે એક મંચ પૂરું પાડે છે.
ગુજરાત ટુરિઝમ જે રાજ્યમા હંમેશા સિનેમેટિક ટુરિઝમ તથા સાંસ્કૃતિક આયોજનને પ્રોત્સાહન આપે છે, એમનો આભાર કે ગુજરાત ટુરિઝમ આ ફેસ્ટિવલ મા અમારી સાથે જોડાયું છે. AICFF એક વાર્ષિક ઇવેન્ટ છે, જે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ ફોર્મેટ પર આધારિત છે, આ ફેસ્ટિવલ ત્રણ દિવસ માટે અલગ અલગ પ્રવૃતિઓ સાથે યોજાશે.
ઓપનિંગ દિવસ ઉપર ઈરાનની પર્શીયન ભાષાની ફિલ્મ ‘બાલિટ’’ તથા અને છેલ્લા દિવસે ગુજરાતી ભાષાની ફિલ્મ ‘મારા પપ્પા સુપરહીરો’ દર્શાવવામાં આવશે. આ ફેસ્ટિવલના મુખ્ય અતિથિ તરીકે બોલિવૂડ અભિનેતા પવન મલ્હોત્રા સાથે જાપાની ફિલ્મ નિર્દેશક ફૂમી નિશિકાવા જાપાનથી આવીને આ ફેસ્ટિવલમાં જોડાશે. આ સાથે માસ્ટર મંજુનાથ (માલગુડી ડેઝ), શિલાદિત્ય બોરા, પંકજ રોય, અજીતપાલ સિંહ, વિશેષ અગ્રવાલ જેવા નામી હસ્તીઓ પણ હાજરી આપશે.
AICFFએ એવું પ્લેટફોર્મ છે જ્યાં વિશ્વભરમાંથી બાળકો અને યુવાનોને સંબંધિત કન્ટેન્ટને રજુ કરવામાં છે. 2019, 2020, 2021 અને 2022માં AICFFને વિશ્વભરમાંથી લગભગ 500થી વધુ ફિલ્મો મળી. આ વર્ષે ફેસ્ટિવલમાં ઈરાન, ઈટલી, ભારત, તુર્કી, ચીન, ક્રોએશિયા, યુનાઈટેડ સ્ટેટ્સ, રશિયન ફેડરેશન, યુનાઈટેડ કિંગડમ, યુક્રેન, તાઈવાન, સ્વિત્ઝર્લેન્ડ, સિંગાપોર, નોર્વે, નેપાળ, જાપાન, આયર્લેન્ડ, જર્મની, ચેક રિપબ્લિક, કેનેડા, કોલંબિયા, બ્રાઝિલ, રિપબ્લિક ઓફ કોરિયા અને ઓસ્ટ્રેલિયા સહિત 24 દેશોમાંથી 90થી વધુ ફિલ્મો પ્રાપ્ત થઈ છે.
આ વર્ષે ફેસ્ટિવલ ડિરેક્ટર મનીષ સૈની છે જેઓ બે વખત રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત કરી ચુક્યા છે, તેમની પ્રથમ ફિલ્મ ‘ઢ’ રાષ્ટ્રીય પુરસ્કાર જીતી છે અને આ વર્ષે તેમની ફિલ્મ ‘ગાંધી એન્ડ કંપની’એ રાષ્ટ્રીય પુરસ્કારમાં ભારતની શ્રેષ્ઠ બાળ ફિલ્મનો પુરસ્કાર જીત્યો છે. જ્યુરી સભ્યો આરતી પટેલ, ગિરીશ મકવાણા તથા શિલાદિત્ય બોરા છે અને જાણીતા નિર્દેશક નિર્માતા અભિષેક જૈન આ વર્ષે સલાહકાર તરીકે જોડાયા છે.
મનીષ સૈનીએ જણાવ્યું કે મને ખબર નથી કે આપણે બધા આપણી આવનારી પેઢી માટે કેટલું યોગદાન આપીએ છીએ, પરંતુ સિનેમાના સર્જનાત્મક ક્ષેત્રમાં હોવાથી સમાજમાં યોગદાન આપવું એ આપણી જવાબદારી છે. ચેતન ચૌહાણ કહે છે કે વ્યવસાયે પબ્લિસિસ્ટ, ફેસ્ટિવલના સ્થાપક કહે છે. AICFFએ આપણી આગામી પેઢી માટે અમે શરૂ કરેલ પહેલમાની એક છે. અમારી નવી પેઢી પાસે અને એક વાર્તાનાયક તરીકે દરેક બાળકને સાંભળવા જોઈએ અને સમાજ તરીકે આપણે તેમને તેમની પ્રતિભા કેળવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવું જોઈએ. ડો. સાનાલ ગોડીયાવાલા કહે છે AMA એટલે એકધારું અને સતત ચાલતું શિક્ષણ અને અમે તમામ હિતધારકોની વિવિધ તાલીમ, મંચ અને કાર્યક્રમો દ્વારા શિક્ષણની જરૂરિયાતોને સતત સમર્થન આપીએ છીએ. ફિલ્મ ફેસ્ટિવલ આવી જ એક ઇવેન્ટ છે, જ્યાં યુવા પેઢીને મનોરંજન સાથે શિક્ષણ પણ મળે એનો આગ્રહ રાખીએ છીએ. આંતરરાષ્ટ્રીય ફિલ્મોનું પ્રદર્શન એક ગર્વની ક્ષણ છે અને હું ઈચ્છું છું કે અમદાવાદના તમામ નાગરિકો તેનો મહત્તમ લાભ લે.