અમદાવાદમાં અનોખું પ્રદર્શન યોજાયુંઃશામ એ આર્ટ

અમદાવાદમાં જાણીતા ચિત્રકારોનું એક ખાસ પેઈન્ટીંગ એક્ઝીબીશન હઠીસિંગ વિઝ્યુઅલ આર્ટ સેન્ટરમાં યોજાયું હતું. સેન્ટરનાં નમીત કડિયા અને ગિરીરાજ કડીયાનાં માર્ગદર્શન હેઠળ યોજાયેલ ચિત્ર પ્રદર્શનમાં શહેરના 25 જેટલાં ચિત્રકારો જોડાયા હતા. પોતાની કળાને ખાસ પ્લેટફોર્મ પુરૂ પાડતાં હઠીસિંગ િવઝ્યુઅલ આર્ટ સેન્ટરમાં શામેઆર્ટના બીજા પ્રયોગ સમયે જાણીતા ચિત્રકાર-એન્કર રીમા શાહ પોતાનાં પેઈન્ટીંગ વિશે કળાવિવેચક જયેશ વ્યાસ સાથે વાત કરી રહ્યા છે.