અભિષેક બચ્ચન  નામચીન શેરદલાલ હર્ષદ મહેતાની ભૂમિકા  ભજવશે..

0
1283

   લાંબા સમયથી અભિષેક બચ્ચનની કોઈ ફિલ્મ રિલિઝ થઈ નથી. આમ પણ અભિષેકને ઝાઝી ફિલ્મો મળતી નથી. એકલે હાથે પોતાના નામ પર જ ટિકિટબારી પર સફળતા મેળવવામાં અભિષેક બચ્ચનની ફિલ્મને નિષ્ફળતા જ મળી છે. હા, એમાં ગુરુ જેવી એકાદ ફિલ્મ અપવાદ રૂપ છે. આમ છતાં અભિષેક બચ્ચન કુશળ અભિનેતા છે એ વાત બોલીવુડના મોટાભાગના નિર્માતાઓ માને છે. હાલમાં અભિનેતા અજય દેવગણે મુંબઈના નામચીન શેરદલાલના જીવન પરથી ફિલ્મનું નિર્માણ કરવાની ઘોષણા કરી હતી. મુંબઈના બદનામ અને કરોડો રૂપિયાનું કૌભાંડ કરનારા ગુજરાતી શેરદલાલ હર્ષદ મહેતાનાી ભૂમિકા માટે અજયે અભિષેક બચ્ચનની પસંદગી કરી હોવાનું જાણવા મળ્યું હતું. આ ફિલ્મમાં અભિનેત્રી ઈલિયાના ડિક્રુઝ પણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. આ ફિલ્મની જાહેરાત થયા બાદ અભિનેતા અભિષેક બચ્ચને ટવીટ કરીને આનંદની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, હવે હું ફરી નવી શરૂઆત કરી રહ્યોછું.  એમાં મારે આપ સહુની શુભકામનાઓની ખૂબ જ આવશ્યકતા છે. જયા બચ્ચન – અમિતાભ બચ્ચન જેવા બહુમુખી પ્રતિભાસંપન્ન કલાકાર દંપતીનો આ શાલીન અભિનેતા પુત્ર એના સાલસ અને નમ્ર વર્તનથી બોલીવુડના દરેક સેલિબ્રિટીથી માંડીને અદના ટેકનિશિયન સુધી – સહુ માટે આદર અને સ્નેહપાત્ર વ્યક્તિ બની રહ્યો છે.