અભિષેક બચ્ચને આનંદ એલ. રાયની ચાર ફિલ્મો માટે કોન્ટ્રેકટ સાઈન કર્યો ..

0
937

અભિષેક બચ્ચન હાલમાં કામની તલાશમાં છે. 2016માં એની ફિલ્મ હાઉસફુલ-4 રિલિઝ થઈ હતી. ત્યારબાદ અભિષેક પાસે કોઈ ફિલ્મ નહોતી. અભિષેક બચ્ચન એક પ્રતિભાશાળી કલાકાર હોવા છતાં એની કોઈ ફિલ્મો ટકિટબારી પર કમાણી કરી શકતી નથી. ફિલ્મ યુવા અને તેરા જાદુ ચલ ગયા અને ગુરુને બાદ કરતાં એ હંમેશા મલ્ટી સ્ટારર મુવીમાં એક સહ કલાકાર તરીકે જ રજૂ થતો રહયો છે. તાજેતરમાં અનુરાગ કશ્યપની ફિલ્મ મનમર્જીયા એણે પૂરી કરી હોવાની માહિતી મળી હતી. આ ફિલ્મમાં એના અભિનયથી પ્રભાવિત થયેલા નિર્માતા- દિગ્દર્શક આનંદ એલ. રાયે અભિષેકને એકસાથે તેમના બેનર હેઠળ બનનારી આગામી ચાર ફિલ્મો માટે સાઈન કર્યો હોવાની માહિતી ફિલ્મજગતના આધારભૂત સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ હતી. જાણીતા ફિલ્મ- સલર્જક કરણ જૌહર જામીતી પંજાબી લેખિકા અમૃતા પ્રીતમના જીવન પર આધારિત ફિલ્મ બનાવવાની યોજના કરી રહ્યા છે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન ભૂમિકા ભજવશે એવી જાણકારી આપવામાં આવી હતી.