અભિષેક બચ્ચનની એક વધુ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું …

 

    અભિષેક બચ્ચન દિનેશ વિજનની ફિલ્મ દસવી માં મુખ્ય ભૂમિકા બજવી રહ્યા છે. આ ફિલ્મમાં અભિષેકની સાથે યામી ગૌતમ અને નમ્રિતા કૌર પણ ભૂમિકા બજવી રહ્યા છે. અભિષેક જેલમાં કેદ ગંગારામ ચૌધરીનું પાત્ર ભજવે છે, જયારે યામી ગૌતમ જયોતિ નામંની પોલીસ અધિકારીનું પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મનું શૂટિંગ તાજેતરમાં આગ્રાની જેલમાં શરૂ થયું હતું. તુષાર જલોટાના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં અભિષેક બચ્ચન જરા હટકે રોલમાં જોવા મળશે. થોડા સમય પહેલાં રિલિષ થયેલી ફિલ્મ લ્યુડોમાં પણ એણે સરસ અભિનય કરીને દર્શકોની પ્રશંસા મેળવી હતી. અભિષેક ઓછું ભણેલા જેલમાં કેદ નેતાનો રેલ ભજવી રહ્યો છે. જે વ્યક્તિમાં કાબેલિયત હોય તે જેલમાં રહીને પણ અભ્યાસ કરી શકે છે એવાત આ ફિલ્મમાં કરવામાં આવી છે. અભિષેક બચ્ચન અજય દેવગણની ફિલ્મ ધ બિગ બુલમાં પણ અભિનય કરી રહ્યો છે.