અભિલાષ ઘોડાની ભાજપ સાંસ્કૃતિક સેલમાં નિમણૂંક

 

અમદાવાદ: ભારતીય જનતા પાર્ટી (ગુજરાત) દ્વારા વિવિધ સેલમાં ચાલેલ નિમણૂંકોના દોરમાં તાજેતરમાં અમદાવાદના જાણીતા નાટ્યમટ, કળાવિવેચક, સાહિત્ય પ્રેમી અભિલાષ ઘોડાની સાંસ્કૃતિ સેલમાં નિમણૂંક થઇ છે.

અગામી ચુંટણીઓને અનુલક્ષીને ભાજપ દ્વારા વિવિધ ક્ષેત્રના આગેવાનોને કામગીરી સોંપવાના ભાગ‚ અગ્રણી વ્યક્તિઓને  તેમના મોભા‚ પાર્ટીમાં સ્થાન આપવામાં આવે છે. છેલ્લાં ચાલીસથી પણ વધુ વર્ષોથી કળાક્ષેત્રે નાટ્યક્ષેત્રે, ફ્લ્મિ અને સ્ટેજમાં સક્રિય એવા અભિલાષ ઘોડાની અમદાવાદ ભાજપમાં સાંસ્કૃતિ સેલના સંયોજનક તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

અમદાવાદ ભાજપ શહેર પ્રમુખે આ અંગે અભિલાષ ઘોડાને નિમણૂંક અને અભિનંદન પાઠવ્યા છે. કલાકારોના હિતમાં સતત સક્રિય અભિલાષ ઘોડાની નિમણૂંકને સમગ્ર કલાકારોએ હર્ષથી વધાવી છે.