અભિનેત્રી સુસ્મિતા સેન આવતા વરસે   લગ્ન કરે એવી સંભાવના છે..

0
57

 

Reuters

અભિનેત્રી સુસ્મિતા સેનનું નામ ભૂતકાળમાં અનેક વ્યક્તિઓ સાથે સંકળાયેલું હતું. તેમના પ્રણય- સંબંધના અનેક કિસ્સાઓ અવારનવાર મિડિયામાં પ્રકાશિત થતા રહે છે. નિર્દેશક વિક્રમ ભટ્ટ, સંજય નારંગ, વસીમ અકરમ  તેમજ મુદસ્સર અજીઝ અને માનવ મેનન સાથે તેમનું નામ લેવાતું રહયું છે. હાલમાં આ અભિનેત્રી એના બોયફ્રેન્ડ રૂમહન શોલ સાથે સમય પસાર કરી રહી છે. બન્ને વચ્ચે પરસ્પર ઉષ્મા અને નિકટતા જોવા મળી રહી છે. બોલીવુડના સત્તાવાર સમાચાર સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે, સુસ્મિતા અને રૂમહન નજીકના ભવિષ્યમાં લગ્ન કરી લે એવી સંભાવના છે.સુસ્મિતા અને રૂમહન છેલ્લા ઘણા સમયથી એકમેકને ડેટ કરી રહયા છે. એટલું જ નહિ, તેઓ  અનેક સ્થળે એકસાથે ડિનર લેતા જોવા મળ્યા હતા. હાલમાં જ એક પરિચિત મિત્રને ત્યાં તેઓ બન્ને દિવાળી ઉજવતા નજરે પડ્યા હતા,. સુસ્મિતા સેને બે પુત્રીઓ દત્તક લીધી છે- રેની અને અલીશા. સુસ્મિતા સેન અને રૂમહન શોલની મુલાકાત એક ફેશન શોના પ્રસંગે થઈ હતી. એવું જાણવા મળ્યું હતું કે, રૂમહન સુસ્મિતા સેનને ખૂબ ચાહે છે અને તેણે સુસ્મિતા સેનને પ્રપોઝ કર્યુ હતું.