અભિનેત્રી વિયોલા ડેવિસ નવી ટીવી સિરિઝ ફર્સ્ટ લેડીઝમાં મિશેલ ઓબામાની ભૂમિકા ભજવશે…

0
978

જાણીતી અભિનેત્રી વિયોલા ડેવિસ હવે મિશેલ ઓબામાની ભૂમિકા ભજવીને ટીવીના પ્રક્ષકોના દિલ જીતવા માગે છે. આ સિરિયલ અમેરિકાના ભૂતપૂર્વ પ્રથમ મહિલા વિષે હશે.  સિરિયલની પ્રથમ સિઝનમાં મિશેલ ઓબામા, એલિનોર રુઝવેલ્ટ અને બેટી ફોર્ડના અંગત તેમજ રાજકીય જીવનની મહત્વની ઘટનાઓની રજૂઆત કરવામાં આવશે. ઐતિહાસિક પશ્ચાદભૂ ધરાવતી ફિલ્મ હોય કે ટીવી સિરિયલ , એમાં કામ કરતા કલાકારોને ખૂબ જ કાળજી અને તકેદારી રાખીને અભિનય કરવો પડે છે. કારણ કે એ પાત્ર ઈતિહાસમાંથી રજૂ કરાયું છે. એટલે એ વ્યક્તિના સમગ્ર વ્યક્તિત્વનો સુરેખ રીતે અભિવ્યક્તિ આપવી જરૂરી બની જાય છે. આ ટીવી શોના નિર્માતા ડેવિસ છે. ડેવિસે તાજેતરમાં સ્ટીવ મેકવીનની ફિલ્મ વિડોસમાં ભૂમિકા ભજવી હતી.