અભિનેત્રી  પ્રિયંકા ચોપરાનું નામ નામ વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓની  યાદીમાં શામેલ

0
1094

બોલીવુડની હિન્દી ફિલ્મોમાં યાદગાર અભિનય કરીને દર્શકોમાં પોતાનુ આગવું સ્થાન અને મોભો મેળવનાર અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ હોલીવુડમાં પણ નામ અને પ્રતિષ્ઠા હાંસલ કર્યા છે. પોતાની અભિનય પ્રતિભાને કારણે પ્રિયંકા આજે પ્રથમ પંક્તિની અભિનેત્રી ગણાય છે. તાજેતરમાં અમેરિકાના જાણીતા  મેગેઝિને દુનિયાની સૌથી પાવરફુલ મહિલાઓની યાદી પ્રકાશિત કરી છે. જેમાં પ્રિયંકા ચોપરાનું નામ પણ શામેલ છે. આ યાદીમાં ટીવીના કાર્યક્રમોની સામ્રાજ્ઞી કહેવાતી ઓપરા વિન ફ્રે, હોલીવુડની સમર્થ અભિનેત્રી મેરિલ સ્ટ્રીપ, જેનિફર લોરેન્સ, નિકોલ કિડમેનની સાથે હવે પ્રિયંકાનું નામ પણ સમાવિષ્ટ થયું છે. આ અંગે પોત પ્રતિભાવ વ્યક્ત કરતાં પ્રિયંકા ચોપરાએ જણાવ્યું હતું કે, આ મહાન મહિલાઓની સાથે મારું નામ પ્રગટ થયું એનું મને ગૈારવ છે. મારા માટે પાવર (સત્તા) એટલે ગમતું કાર્ય કરવાની મને જે આઝાદી મળી છે – તે છે. મારી પસંદગીનું કામ કરતાં મને કોઈ રોકતું નથી  એ જ મારા માટે સશક્તીકરણ છે. મારું નામ જેમની સાથે પ્રકાશિત થયું છે તે દરેક મહિલાએ પોતાનો માર્ગ પોતો બનાવ્યો છે, પોતાની કેડી પોતાના અથાગ પરિશ્રમ અને સંઘર્ષોથી સ્વયં કંડારી છે. દરેકે પોતાના માર્ગમાં આવેલા પડકારો ઝીલીને અને સમસ્યાઓને ઉકેલીને સિધ્ધિ મેળવી છે.