અભિનેત્રી પ્રિયંકા ચોપરા કહે છેઃ મારા પતિ નિક જોનાસ પૂરાં પંજાબી છે.. 

0
979

 

       આજકાલ અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનાસ પોતાની આગામી ફિલ્મ સ્કાય ઈઝ પિન્કના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં પ્રિયંકા ચોપરાએ જણાવ્યું હતું કે, તેનો ગાયક પતિ નિક જોનાસ રાત્રે સૂવા પહેલા તેમ જ  પોતાની ગાયકીનો લાઈવ શો પરફોર્મ કરવા પહેલાં બોલીવુડના ગીતો સાંભળવાનું પસંદ કરે છે. નિક એક હિન્દી રેડિયો ચેનલ પર બોલીવુડની ફિલ્મોના લોકિપ્રય ગીતો રસપૂર્વક સાંભળતો રહે છે. તેને એ પોતાનું પ્રેરક મ્યુઝિક કહે છે. નિકના ડ્રેસિંગ રૂમમાં બોલીવુડનું સંગીત સતત ચાલતું રહે છે. નિક જોનાસ જયારે પહેલીવાર ભારતની મુલાકાતે આવ્યા ત્યારથી જ એને ભારત સાથે પ્રેમ થઈ ગયો છે.