અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ નીરવ મોદી બ્રાન્ડના પ્રચારનો કરાર રદ કર્યો

0
1201

નીરવ મોદી બ્રાન્ડની જવેલરીના પ્રચાર માધ્યમોમાં મોડેલ પ્રચારક તરીકે કાર્યરત અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ કંપની સાથેના પોતાનો કરાર રદ કર્યાનું જાણવા મળ્યું હતું. અભિનેતા સિધ્ધાર્થ મલહોત્રા સાથે પ્રિયંકા પણ આ કંપનીના પ્રચાર માધ્યમો સાથે સંકળાયેલી હતી. સિધ્ધાર્થ૟ મલહોત્રાએ જણાવ્યું હતું કે, નીરવ મોદીની સાથેનો તેમનો કરાર પૂરો થઈ ગયો છે અને હવે તેઓ એને રિન્યુ નહિ કરે. આ અગાઉ અભિનેત્રી બિપાશા બાશુએ પણ થોડાક વખત માટે નીરવ મોદીની કંપનીના ઝવેરાત માટે પ્રચારક મોડેલ તરીકે કામગીરી બજાવી હતી.