અભિનેત્રી દીપશિખાએ ગાયકીમાં ઝંપલાવ્યુંઃ ‘કયા હુઆ તેરા વાદા’

બોલીવુડની અભિનેત્રી દીપશિખા એવી અભિનેત્રી છે, જેના લાખો ચાહકો છે. દીપશિખા અભિનેત્રી ઉપરાંત ડિરક્ટર અને ગાયિકા પણ છે. મુંબઈમાં હોપ લાઉન્જમાં તાજેતરમાં દીપશિખાના અવાજમાં તેનું નવું ગીત કે જે જૂનું ગીત ક્યા હુઆ તેરા વાદા’ ગીતનું રિક્રિયેશન વર્ઝન છે તે લોન્ચ થયું. આ ગીતની ટીઝર સોશિયલ મીડીયા પર ખૂબ જ લોકપ્રિય થઈ છે. લોકોએ દીપશિખાના અવાજને ખૂબ જ પસંદ કર્યો છે અને તેની પ્રશંસા કરી છે.
ડીજે શેઝવુડ અને લેખક સમીર અનજાન સાથે દીપશિખાએ ગાયકીમાં ઝંપલાવ્યું છે. લેખક સમીરની બાબતો ઓછી જાણીતી છે, પરંતુ તેમનાં ગીતોની જેમ શાનદાર છે. તેમની એક પંચલાઇન છે, દરેક ગીતની પાછળ એક વાર્તા હોય છે. આ વાત દીપશિખાના ગીત માટે પણ લાગુ પડે છે.
લેખક સમીર અલકા યાજ્ઞિક, ઉદિત નારાયણ, કુમાર શાનુ, સોનુ નિગમ વગેરેને આગળ લાવ્યા છે, જ્યારે ડીજે શેઝવુડે મિકા સિંહ, દલેર મહેંદી જેવા કલાકારો સાથે કામ કર્યું છે.
ક્યા હુઆ તેરા વાદા ગીત રીલીઝ થતાંની સાથે જ ઇન્ટરનેટ અને યુટ્યુબ પર ખૂબ જ લોકપ્રિય થઈ ગયું છે, જેનું સંગીત ડીજે શેઝવુડે આપ્યું છે.