અભિનેત્રી દિયા મિર્ઝા અને બિઝનેસમેન વૈભવ રેખીના 15 ફેબ્રુઆરીના લગ્ન થયાં….

REUTERS/Pawan Kumar

 

       અભિનેત્રી દિયા મિર્ઝાએ બીજીવાર લગ્ન કર્યાં છે- દિયાના પ્રથમ લગ્ન ફિલ્મ નિર્માતા સાહિલ સાંગા સાથે થયાં હતા. બન્ને જણાએ સાથે મળીને એક ફિલ્મ કંપની પણ બનાવી હતી. આ ફિલ્મ કંપનીના નેજા હેઠળ લવ, બ્રેક અપ્સ, જિંદગી, બોબી જાસૂસ વગેરે ફિલ્મોનું નિર્માણ પણ કરવામાં આવ્યું હતું. દિયાના લગ્નમાં જેકી ભગનાની, અદિતિ રાવ હૈદરી, કુણાલ દેશમુખ સહિત અનેક ફિલ્મી હસ્તીઓએ હાજરી આપી હતી. 2019માં 11 વરસના લગનજીવન બાદ દિયાએ સાહિલથી છૂટાછેડા લીધા હતા.