અભિનેત્રી ઙ્ગષિતા ભટ્ટ ‘ઇશ્ક તેરા’થી બોલીવુડમાં પુનરાગમન કરશે


શાહરુખ ખાન સાથે ‘અશોકા’ ફિલ્મમાં લીડ રોલ કરનારી અભિનેત્રી ઙ્ગષિતા ભટ્ટ લગ્ન પછી ફરીથી હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી કરી રહી છે. આ વખતે તે જોજો ડિસોઝાની ‘ઇશ્ક તેરા’ ફિલ્મથી કમબેક કરશે. ‘અક્સર-2’ ફેઇમ મોહિત મદાન ફિલ્મમાં ઙ્ગષિતા ભટ્ટના પતિની ભૂમિકા ભજવે છે. આ ફિલ્મના ડિરેક્ટર જોજો ડિસોઝા છે.
ફિલ્મ વિશે ઙ્ગષિતા ભટ્ટ કહે છે કે, આ ફિલ્મ પતિ-પત્નીના પ્રેમની વાર્તા છે, જેમાં કલ્પના નામની એવી પત્નીની ભૂમિકા પોતે અદા કરે છે જેને માનસિક બીમારી છે. એક પતિ કેવી રીતે માનસિક બીમાર પત્નીને દીવાનાની જેમ પ્રેમ કરીને તેને આ બીમારીથી છુટકારો અપાવે છે. આ ફિલ્મ 20મી એપ્રિલે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ ભારતમાં આ પ્રકારની એવી પ્રથમ ફિલ્મ છે જે દર્શકોને પસંદ આવશે.
ઙ્ગષિતા ભટ્ટે ‘અશોકા’, ‘દિલવિલ પ્યારવ્યાર’, ‘આઉટ ઓફ કન્ટ્રોલ’, ‘ચરસ’, ‘અબ તક છપ્પન’, ‘કિસના’, ‘જવાની દીવાની’ સહિત વિવિધ દક્ષિણ ભારતીય-બંગાળી ફિલ્મોમાં કામ કર્યું છે.
ઙ્ગષિતાએ ગયા વર્ષે આનંદ તિવારી    સાથે દિલ્હીમાં લગ્ન કર્યાં અને હવે તે પતિ સાથે જીનિવામાં વસે છે.