અભિનેત્રી કેટરિના કૈફ પોતાના સંઘર્ષને  વર્ણવતી આત્મકથા લખવા માગે છે…

0
788

 

Reuters

બોલીવુડની અતિ જાણીતી અને વ્યસ્ત અભિનેત્રી કેટરિના કૈફે જણાવ્યું હતું કે, તેને બોલીવુડમાં થયેલાં અનુભવો તેમજ ફિલ્મ ઉદ્યોગમાં ઠરીઠામ થવા માટે તેણે  કરેલા સંઘર્ષને તે શબ્દો દ્વારા વ્યક્ત કરવા માગે છે.જયારે તેણે 2003માં બોલીવુડમાં પ્રવેશ કર્યો ત્યારે પ્રેક્ષકોએ એની અભિનયક્ષમતા અને ડાન્સ કરવાની યોગ્યતા અંગે શંકા વ્યક્ત કરી હતી. અનેક લોકોએ એની ટીકા પણ કરી હતી.તેણે વધુમાં ઉમેર્યું હતું કે, બોલીવુડમાં આવીને હું અનેક વાતો શીખી છું. જીવનમાં જયારે  તમને અસફળતા મળે ત્યારે તમારે એનો સફળતાની પહેલી સીડી માનીને ઉપયોગ કરવો જોઈએ. વ્યક્તિએ અસફળતાથી નિરાશ થવાની જરૂર નથી. જીવનમાં મળતા સારાં- માઠા અનુભવોનું ભાથું બાંધીને તેમણે જીવનનો પ્રવાસ અાગળ વધારવો જોઈએ. ગત વરસે કેટરિનાની ફિલ્મ ટાઈગર જિંદા હૈ રજૂ થઈ હતી. જેમાં તેણે સલમાન ખાન સાથે હીરોઈનની ભૂમિકા ભજવી હતી. આ  ફિલ્મને ટિકિટબારી પર ખૂબ સફળતા મળી હતી. આગામી વરસોમાં તે ધ ઠગ્સ ઓફ હિંદોસ્તાનમાં આમિર ખાન અને અમિતાભ બચ્ચન સાથે અને જીરો ફિલ્મમાં શાહરુખ ખાન સાથે અભિનય કરતી નજરે પડશે.