અભિનેત્રી કરીના કપુર ઈરફાન ખાન સાથે કામ કરવા બાબત ખૂબ ખુશ છે..

0
1150

 કરીના કપુર બોલીવુડના લગભગ તમામ ખાન અભિનેતાઓ સાથે કામ કરી ચુકી છે. શાહરુખ ખાન, આમિર ખાન, સલમાન ખાન સાથે તેણે હીરોઈન તરીકે ભૂમિકાઓ ભજવી છે. હવે તે ફિલ્મ  હિન્દી મીડિયમની સિકવલ અંગ્રેજી મીડિયમમાં ભૂમિકા ભજવવાની હોવાનું બોલીવુડના આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું. પ્રથમ વાર જ તે આ ફિલ્મમાં પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી રહી છે. બોલીવુડના અતિ પ્રતિભાસંપન્ન કલાકાર ઈરફાન ખાન સાથે કામ કરવા મળશે  એ વાતથી જ કરીના અતિ ઉત્સાહમાં છે. કરીના કપુરે જણાવ્યું હતુંકે, ઈરફાન ખાન સાથે ભૂમિકા ભજવવા મળી એ મારે માટે ગૌરવની વાત છે. ઈરફાન જેવા ઉમદા કલાકાર સાથે કામ કરવું એ આનંદ અને ગૌરવની વાત છે. તેમની ફિલ્મમાં મારો રોલ ભલે નાનકડો હોય, પણ મને એનાથી કશો ફરક પડતો નથી. અંગ્રેજી મીડિયમ ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં જ શરૂ થવાનું  છે. કેન્સરની સારવાર કરાવીને તંદુરસ્તી પુન પ્રાપ્ત કરીને ઈરફાન ખાન ભારત પાછો ફર્યો છે. હવે તે ક્રમશઃ પોતાના કામમાં વ્યસ્ત બની રહ્યો છે.ઈરફાન ખાનના દર્શકો- પ્રશંસકો ઈરફાન ખાન સ્વસ્થ થઈને ભારત આવ્યો એ વાતથી ખૂબ આનંદની લાગણી અનુભવી રહ્યા છે. રાધિકા મદાન ઈરફાન ખાનની પુત્રીની ભૂમિકા ભજવીરહી છે. ફિલ્મમાં પંકજ ત્રિપાઠી પણ ખાસ ભૂમિકામાં રજૂ થઈ રહ્યા છે. કરીના કપુર હાલમાં અભિનેતા અક્ષયકુમાર સાથે ગૂડ ન્યૂઝ નામની ફિલ્મ કરી રહી છે.