અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનને અપાશે -મેરિલ સ્ટ્રીપ એવોર્ડ ફોર એકસલેન્સ

0
974

બોલીવુડની જાણીતી અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનને 8 સપ્ટેમ્બરે વોશિંગ્ટન ડીસી ખાતે યોજાનારા એક સમારંભમાં મેરિલ સ્ટ્રીપ એવોર્ડ ફોર એક્સેલન્સ એવોર્ડ એનાયત કરવામાં આવશે. વીમેન ઈન ફિલ્મ અનેડ ટેલિવિઝન ઈન્ડિયા – ડબલ્યુઆઈએફટી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ઐશ્વર્યા રાય બચ્ચને અભિનયના ક્ષેત્રમાં કરેલા નોંધપાત્ર યોગદાન માટે તેમજ મનોરંજન જગતમાં એક મહિલા તરીકે તેમણે કરેલા ઉત્કૃષ્ટ પ્રદાન બદલ તેમને ઉપરોક્ત એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.