અભિનેત્રી અને સાંસદ જયા બચ્ચન પર કરેલી ટિપ્પણી અંગે ખેદ વ્યકત કરતા નરેશ અગ્રવાલ   

0
810

સમાજવાદી પક્ષના નેતા નરેશ અગ્રવાલને પક્ષના મોવડીમંડળે રાજ્યસભાના ઉમેદવાર તરીકે પસંદ ન કરતાં તેમણે એ અંગે પોતાનો ઉગ્ર અને અયોગ્ય શબ્દોમાં પ્રતિભાવ આપીને સાંસદ શ્રીમતી જયા બચ્ચનને એક ફિલ્મ ડાન્સરનો દરજ્જો આપ્યો હતો. પોતાની સમાજવાદી પાર્ટીમાંથી રાજીનામું આપીને નરેશ અગ્રવાલે ભાજપમાં પ્રવેશ મેળવ્યો હતો. મિડિયામાં તેમજ રાજકીય વર્તુળોમાં તેમણે કરેલી અણછાજતી ટીકા બાબત ચર્ચા અને નિંદા થવાને કારણે તેમણે કહ્યું  હતું કે, જો મારા નિવેદનથી જયા બચ્ચનની લાગણી દુભાઈ હોય તો હું એ અંગે ખેદ વ્યક્ત કરું છું. જોકે જયા બચ્ચને આ અંગે કશી પ્રતિક્રિયા આપી નહોતી.