અભિનેતા શ્રેયસ તલપડે કહે છેઃ મેં ઘણી ફિલ્મોમાં માત્ર દોસ્તી નિભાવવા માટે જ ભૂમિકા ભજવી હતી, પરંતુ  જે મિત્રોએ મારી પીઠ પાછળ ઘા કર્યા ને મને એકલો પાડી દીધો…

 

                   અભિનેતા શ્રેયસ તલપડે બોલીવુડનો જાણીતો ચહેરો છે. તેણે ફિલ્મ ઈકબાલ, ઓમ શાંતિ ઓમ, હાઉસફુલ-2, ગોલમાલ સહિત અનેક સુપરહિટ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. આમ છતાં તેની ફિલ્મ કારકિર્દી ખાસ જામી નથી. તે ઘણા સમયથી ફિલ્મોમાં નજરે પડતો નથી. શ્રેયસે કહે છે કે, મેં ઘણી ફિલ્મો માત્ર દોસ્તી ને કારણે કરી છે. પરંતુ એ જ મિત્રોએ મારી પીઠ પાછળ ઘા કર્યો હતો. કેટલાક મિત્રો એવા છેકે, જે મારી પરવા કર્યા વગર જ આગળ વધી ગયા છે. તેમણે તેમના પ્રોજેકટમાં મને શામેલ કર્યો નહોતો. બોલીવુડમાં માત્ર દસ ટકા લોકો જ એવા હોય છે કે, જે દિલની સચ્ચાઈ સાથે તમારી સાથે વ્યવહાર રાખે છે. તમે જો સારો અભિનય કરો તો તે દિલથી તમારી પ્રશંસા કરશે. તમને યોગ્ય સૂચનો આપશે. તમને આગળ વધતા જોઈને ખુશ થશે. પરંતુ મોટાભાગના લોકો માત્ર પોતાનો જ સ્વાર્થ ને પોતાની જ કારકિર્દી ઘડવામાં રસ ધરાવતા રહે છે. તેમને મિત્રાની કે તેમની લાગણી કે સંબંધોની કશી પરવા કે દરકાર હોતી નથી. મેં ઈકબાલ ફિલ્મમાં ભૂમિકા ભજવીત્યારે મને ખૂબ પ્રશંસા મળી હતી. મારી કેટલીક ફિલ્મો નહોતી ચાલી, એ માટે હું જ દોષી છું. મને મારું માર્કેટિંગ કરતા આવડ્યું જ નથી. કેટલાક કલાકારો મારી સાથે કામ કરવા રાજી નથી. પરંતુ હું મારી જાત પર જ વિશ્વાસ રાખીને આગળ વધવા માગુ છું. હું અંતિમ શ્વાસ સુધી અભિનય કરતો રહીશ અને મારું શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ સતત કરતો રહીશ . 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here