
ડ્રગ્સની હેરફેરમાં બોલીવુડની સંડોવણીનો મામલો આજકાલ બહુ ચગી રહ્યો છે. રોજ નવા નવા તથ્યો બહાર આવી રહ્યા છે. બેન્ગલુરુ પણ ડ્રગ્સ સપ્લાયનું કેન્દ્ર બન્યું હોવાનું માનવામાં આવી રહ્યું છથે. કર્ણાટકના માજી પ્રધાન જીવારાજ અલ્વાનો પુત્ર અને અભિનેતા વિવેક ઓબેરોયનો સાળો આદિત્ય અલ્વા પણ આ ડ્રગ્સ સ્કેન્ડલમાં સંડોવાયેલો હોવાનું મનાય છે. એ છેલ્લા એક મહિનાથી ગુમ થઈ ગયો છે. આથી તેને શોધવા માટે બેન્ગલુરુની પોલીસ મુંબઈ વિવેકના ઘર સુધી તપાસ કરવા પહોચી ગઈ હતી. બેન્ગલુરુ સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે વિવેકના ઘર પર દરોડા પાડ્યા હતા. પણ આદિત્યની ભાળ મળી નહોતી.