અભિનેતા રાજકુમાર રાવને સાઈન કરવા નિર્માતાઓની કતાર લાગે છે…

0
840

 

હંસલ મહેતાની તદન મામૂલી બજેટની ફિલ્મ શાહિદથી પોતાની આગવી કારકિર્દીની શરૂઆત કરનારા રાજકુમાર રાવે જે જે ફિલ્મોમાં ભૂમિકા ભજવી છે તેમાં પોતાની ક્ષમતા પુરવાર કરી બતાવી છે. તેની મોટાભાગની ફિલ્મોએ ટિકિટબારી પર પણ સારો દેખાવ કર્યો છે. આથી આજના સમયગાળામાં રાજકુમારને માત્ર ટેલેન્ટેડ જ નહિ, પણ સેલેબલ એકટર માનવામાં આવે છે. હવે તેને કરણ જોહરની ધર્મા પ્રોડકશનની ફિલ્મ મળી છે. આ મલ્ટી સ્ટાર ફિલ્મના અન્ય કલાકારોની પસંદગી કરણ જોહર ટૂંક સમયમાં કરશે અને ફિલ્મ ફલોર પર જશે. હાલમાં રાજકુમાર રાવે કંગના રનૌત સાથેની ફિલ્મ મેન્ટલ હૈ કયાનું શૂટિંગ પૂરું કર્યું છે. તેની પાસે મેઈડ ઈન ચાઈના, ઈમલી, તુર્રમખાન  અને રુહ-એ અફઝા જેવી ફિલ્મો છે. ગુડગાંવમાં જન્મેલા રાજકુમારે દિલ્હી યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તેની ગણનાપાત્ર ફિલ્મોમાં કાઈપો છે, શાહિદ, કવીન, સિટીલાઈટસ, અલીગઢ. ટ્રેપ્ડ , બરેલી કી બરફી ન્યૂટન વગેરેનો સમાવેશ થાય છે.