અભિનેતા રણબીર કપૂરની આગામી ફિલ્મ છે સંજય દત્તની બાયોપિક – સંજૂ

0
853

 

અભિનેતા રણબીર કપુરની આગામી ફિલ્મનું નામ છે – સંજૂ

સુનીલ દત્ત અને નરગીસના પુત્ર અભિનેતા સંજય દત્તના જીવન પરથી જાણીતા દિગ્દર્શક રાજુ હીરાનીએ એક સરસ બાયોપિક બનાવી છે. આ ફિલ્મનું ટીજર હાલમાં રિલિઝ કરવામાં આવ્યું છે. અભિનેતા રણબીર કપુર આ ફિલ્મમાં સંજય દત્તની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મના નિર્માતા છે વિધુ વિનોદ ચોપરા.  આ ટીજર એક ખાસ અંદાઝમાં રજૂ કરવામાં આવ્યું છે. એક મિનિટઅને 23 સેકન્ડના ટીજરમાં રણબીર કપુરે અફલાતૂન અભિનય કર્યો છે. સંજય દત્તના જીવન પર આધારિત આ ફિલ્મમાં કેટલાક દ્રશ્યો પ્રેક્ષકોમાં ભારે ઉત્સુકતા પેદા કરે છે.ફિલ્મમાં સંજય દત્તના વ્યક્તિત્વના હરેક પાસાને અસરકારકતાથી રજૂ કરવામાં આવ્યું છે. સંજય દત્તના વ્યક્તિત્વની લાક્ષણિકતાઓને ઝીણવટથી જાણી- સમજીને અભિવ્યક્તિ આપવા માટે રણબીર કપુરે ખરેખર ખૂબ મહેનત કરી છે. રણબીર કપુર બહુમુખી પ્રતિભાસંપન્ન કલાકાર છે એ વાત આ ફિલ્મ પુનઃ પૂરવાર કરશે.. આગામી 29મી  જૂને ફિલ્મ પ્રદર્શિત થઈ રહી છે.