અભિનેતા પ્રકાશ રાજ કહે છે કે, અમિતાભ બચ્ચન કાયર છે..

0
770

તાજેતરમાં જાણીતા પત્રકાર અને એન્કર બરખા દત્તને આપેલી મુલાકાતમાં દક્ષિણના અભિનેતા પ્રકાશ રાજે અમિતાભ બચ્ચનની આકરી ટીકા કરી હતી.જમ્મુ- કાશ્મીરના કઠુઆમાં બનેલી આઠ વર્ષની માસૂમ બાળકી પર  ગેન્ગ રેપ અને હત્યાની ઘટના બાબત જાહેરમાં કશો પ્રતિભાવ નહિ આપીને અમિતાભે ચૂપકીદી સાધી લીધી હતી. આવા અસાધારણ ગમખ્વાર કૃત્ય અંગે કશેો પ્રતિભાવ ન આપવો એતો કાયરતા જ ગણાય. બરખા દત્તને આપેલા ઈન્ટરવ્યૂમાં પ્રકાશ રાજે કહ્યું હતું કે, તેઓ ઈચ્છતા હતા કે કઠુઆની ઘટના બાબત અમિતાભ બચ્ચન જાહેરમાં આવા દુષ્કૃત્યની નિંદા કરે, એને વખોડી કાઢે. બોલીવુડની સિંઘમ અને વોન્ટેડ જેવી ફિલ્મોમાં ભૂમિકા ભજવનારા પ્રકાશ રાજે કહ્યું હતું કે, હું ઈચ્છતો હતો કે અમિતાભ આ બાબત પોતાનો જાહેરમાં પ્રતિભાવ આપે, મેં એમને વિનંતી કરીકે આપ કસુંક તો બોલો, પણ એમણે જવાબ આપ્યો હતો કે, આ મામલામાં હું કંઈ જ કહેવા માગતો નથી….એક કલાકાર તરીકે અમારી પણ સમાજ પ્રત્યે કશીક જવાબદારી છે. જો અમે કલાકારો કશું નહિ બોલીએ તો કોણ બોલશે ?