અભિનેતા નવાજુદી્ન સિદ્દીકીપત્નીની જાસૂસી કરાવતા હતા- મુંબઈ પોલીસે જારી કર્યું સમન્સ

0
861

 

થોડાક વરસોથી જ બોલીવુડની ફિલ્મોમાં પ્રવેશ કરીને, પોતાના અસાધારણ અભિનયને કારણે ફિલ્મ- વિવેચકો તેમજ સિનેરસિકોની પ્રશંસા મેળવનારા અભિનેતા નવાજુદી્ન સિદી્કી પર મુંબઈ – થાણેની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું હતું. તેમણે પત્નીની જાસૂસી કરવા માટે જાસૂસ રોક્યો હોવાની વાત બહાર આવી હતી. પોલીસે ગેરકાનૂની  પધ્ધતિથી કોલ ડેટા રેકોર્ડની જાસૂસી કરનારી 11 વ્યકતિઓની ધરપકડ કરી હતી. તે વખતે તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ફિલ્મ અભિનેતા નવાજુદી્ન સિદી્કીએ રિજવાન સિદી્કી નામના એક વકીલને એમની પત્નીના કોલના રેકોર્ડ મેળવી આપવાનું કામ સોંપ્યું હતું. પોલીસ આ બાબત વધુ તપાસ હાથ ધરી રહી છે. સમન્સ મોકલવામાં આવ્યું હોવા છતાં નવાજુદી્ન સિદી્કી પોલીસ સમક્ષ હાજર થયા નથી એવું અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.