અભિનેતા ટાઈગર  શ્રોફને હવે સુભાષ ઘાઈની ફિલ્મમાં અભિનય કરવાની તક મળી રહી છે..

 

 ટાઈગર શ્રોફ બોલીવુડમાં પોતાના ડાન્સ અને એકશનને કારણે અલગ જ ચાહક વર્ગ ઊભો કરવામાં સફળ રહ્યો છે. શરૂઆત થી માંડીને અત્યાર સુધીની લગભગ તમામ ફિલ્મો ચાહકોએ  વખાણી છે. બાગી, હીરોપંતી, વોર ટિકિટબારી પર પણ સફળ  રહી હતી. જોકે તેની બે ફિલ્મો ફલોપ પણ નીવડી હતી. ટાઈગરના પિતા જેકી ( જયકિસન) શ્રોફને ફિલ્મમાં સુભાષજીએ જ ઈન્ટ્રોડ્યુસ કર્યો હતો. સુભાષ ઘાઈની ફિલ્મ હીરોથી જેકી શ્રોફે ફિલ્મ ક્ષેત્રમાં પદાર્પણ કર્યું હતું. જેકી શ્રોફ ને અનિલ કપુર- બન્ને સુભાષ ઘાઈના ખાસ ગમતા કલાકારો છે. પણ હવે સુભાષ ઘાઈના બેનરની  ફિલ્મમાં  ટાઈગર શ્રોફ ભૂમિકા ભજવવાનો છે. જેનું નિર્દેશન અહેમદ ખાન કરી રહ્યા છે. ચાહકો હાલમાં ટાઈગર શ્રોફની  ફિલ્મો હીરો પંતી-2, બાગી-4 અને ગણપતની રાહ જોઈ રહ્યા છે. ટાઈગર પ્રતિભાશાળી ને પરિશ્રમી કલાકાર છે. બોલીવુડના કહેવાતા સ્કેન્ડલોમાં કે વિવાદમાં એનું નામ કદી સંડોવાતું નથી. એ આત્મ વિશ્વાસ સાથે કામ કરે છે, એને કોઈનું અનુકરણ કરવું ગમતું નથી. પિતા જેકી શ્રોફથી એની અભિનય શૈલી સાવ અલગ છે…હાઈટ ને વોઈસ (અવાજ) – બન્ને બાબતો એની માયનસ પોઈન્ટ હોવા છતાં ડાન્સની સ્ટાઈલ, એકશન સિકવન્સ માં દેખાતી સ્ફૂર્તિને લીધે એ પોતાની મર્યાદાઓને સહેલાઈથી ઓળંગીને પ્રેક્ષકોના મન પર પોતાની છાપ મૂકી જાય છે