અભિનેતા ચન્કી પાંડેની પુત્રી અનન્યા પાંડેનું નામ બોલીવુડની ટોચની અભિનેત્રીઓમાં બોલાવા માંડયું છે….

0
1282

 

                 ચન્કી પાંડેની પુત્રી અનન્યા પાંડેની હજી સુધી બે જ ફિલ્મો રિલિઝ  થઈ છે. જેમાં કરણ જોહરની ફિલ્મ- સ્ટુડન્ટ ઓફ ધ યર -2 અને પતિ, પત્ની ઓર વો નો સમાવેશ થાય છે. હમણા અનન્યાને એક થ્રિલર ફિલ્મ ઓફર થઈ છે. જેમાં તે અભિનેતા સૈફ અલી ખાનની પુત્રીની ભૂમિકા ભજવશે. પિતા- પુત્રીની કહાની ધરાવતી આફિલ્મનું નિર્માણ ફરહાન અખ્તર કરી રહ્યા છે, જેનું દિગ્દર્શન રાહુલ ધોળકિયા કરશે. અનન્યાને બોલીવુડના નામાંકિત નિર્માતાઓ પોતાની ફિલ્મમાં ભૂમિકા ઓફર કરી રહ્યા હોવાની વાતને પણ બોલીવુડના સત્તાવાર સમાચાર સૂત્રોએ સમર્થન આપ્યું હતું.