અભિનેતા ઈરફાન ખાને કહ્યું – મને થયો છે ન્યુરોઈન્ડોક્રાઈન ટયુમરનો વ્યાધિ …

0
1344

જાણીતા અભિનેતા ઈરફાન ખાનના રોગ વિષે હવે ખુલાસો થયો છે. અભિનેતા ઈરફાન ખાને ખુદ નિવેદન કરીને જણાવ્યું હતું કે, તેમને ન્યુરોઈન્ડોક્રાઈન ટ્યુમરનો રોગ થયો છે. તેઓ પોતાની બીમારીનો ઈલાજ કરાવવા માટે વિદેશ જઈ રહ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. ઈરફાન ખાને ખુદ ટવીટ કરીને તેમની બીમારી અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, મારા માટે આ અતિ દુષ્કર કામ છે, પણ મારી ભીતર આશા અને વિશ્વાસનું કિરણ પ્રગટ્યું છે . મારી આસપાસના મૌજૂદ લોકોના પ્રેમ અને વિશ્વાસનો હું અનુ ભવ કરી રહ્યો છું.

ન્યુરોઈન્ડોક્રાઈન ટ્યુમર- એ હામોર્ન્સ બનાવતી ગ્રંથિઓ સાથે સંબંધિત કેન્સર છે. જે અંગે સમયસર જાણ થાય તો એની સારવાર થઈ શકે છે. હાલમાં ઈરફાન ખાન પોતાની આ બીમારીના ઈલાજ માટે વિદેશ જવા રવાના થયા છે. આ બીમારી જવલ્લે જ થાય છે. એનો ઈલાજ શક્ય છે. આશા રાખીએ કે પ્રતિભાસંપન્ન કલાકાર ઈરફાન ખાન બનતી ત્વરાએ સારવાર મેળવીને પુનઃ સ્વસ્થતા પ્રાપ્ત કરે..