અભિનેતા અર્જુન કપુર આશુતોષ ગોવારીકરની મહત્વાકાંક્ષી ફિલ્મ પાણીપત માટે ખૂબ મહેનત કરી રહ્યો છે…

0
910

અર્જુન કપુર છેલ્લા એક વરસથી મલિકા અરોરા ખાન સાથેના એના સંબંધોને કારણે વારંવાર મિડિયામાં ચમકતો રહે છે. મલિકા અરોરા સાથેના એના નિ્કટના સંબંધો અને એને જાહેરમાં કબૂલ ન કરવાની એની મજબૂરી કે કાયરતાને મિડિયાએ વારંવાર નિશાન બનાવી છે. પરંત હાલમાં અર્જુન કશી વિશેષ સ્પષ્ટતા કરવાના મૂડમાં નથી. તાજેતરમાં રિલિઝ થયેલી એની ફિલ્મ મોસ્ટ વોન્ટેડ સદંતર નિષ્ફળ નીવડી છે. ટિકિટબારી પર અર્જુન હજી સેલેબલ એકટર ગણાતો નથી. આથી હવે પોતાની આગામી ફિલ્મ પાણીપતમાં પોતાનું બધુ  હીર – ખમીર દર્શાવવા માટે એ ખૂબ મહેનત કરી રહ્યો છે. પાણીપતની લડાઈની પશ્ચાદભૂમિ પર આકાર લઈ રહેલી ઐતિહાસિક કથાના ઐતિહાસિક પાત્ર બનવું આસાન નથી. મરાઠા યોધ્ધાની ભૂમિકા માટે અનિવાર્ય શરીર- સૌષ્ઠવ પ્રાપ્ત કરવા એ કસરતી શરીર બનાવી રહ્યો છે. તાજેતરમાં પ્રશિત થયેલી એની કેટલીક તસવીરો જોઈને એના ચાહકો એની મહેનતને બિરદાવી રહ્યા છે, પણ માત્ર બોડી બનાવવાથી વાત પૂરી થતી નથી,ભૂમિકા ભજવનાર કલાકારનો અભિનય પણ જીવંત હોવો જોઈએ. આત્મા ના હોય, એવું સોહામણું પૂતળું કશા કામનું નથી..