અભિનેતા અર્જુન કપુરની આગામી ફિલ્મ ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ 25મી મેના રિલિઝ થશે.

0
986

         

               અભિનેતા અર્જુન કપુરની ગણના બોલીવુડના એક પરિશ્રમી અને ઉર્જાવાન કલાકાર તરીકે થાય છે. એકાદ – બે ફિલ્મોને બાદ કરતાં અર્જુનની મોટાભાગની ફિલ્મો ટિકિટબારી પર નિષ્ફળ પુરવાર થઈ છે. એની કેટલીક ફિલ્મોમાં તો નિર્માતાઓના રોકાયેલા નાણાં ડૂબ્યા છે. હાલમાં એને એક હિટ ફિલ્મની બહુજ આવશ્યકતા છે. માનવામાં આવી રહ્યું છે કે આ મહિનાના આખરી સપ્તાહમાં રિલિઝ થનારી એની ફિલ્મ ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ સફળતા મેળવશે. આ ફિલ્મનું ટ્રેલર રિલિઝ થઈ ગયું છે. જેને જોઈને ફિલ્મ જાણકારો અર્જુનની ફિલ્મની સફળતા માટે આશાવાદી બન્યા છે. ફિલ્મની વાર્તા જાસૂસી સંસ્થા રોના અધિકારીઓ અને જાસૂસ અર્જુન કપુરની ટીમની આસપાસ ગુંથાયેલી છે. આ ફિલ્મમાં આતંકવાદ અને તેને નાથવા માટેના ભારતના પ્રયાસોની વાત કરવામાં આવી છે. ફિલ્મ રેડના નિર્દેશક રાજકુમાર ગુપ્તાએ આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. આ ફિલ્મમાં ડિટેકટિવની ભૂમિકા ભજવનારા યુવા – ઉત્સાહી અભિનેતા અર્જુન કપુરે  નિર્દેશક રાજકુમાર ગુપ્તાના દિગ્દર્શનની ખૂબ તારીફ કરી છે, તો ફિલ્મના ટોચના વિવેચકોે અર્જુન કપુરના અભિનયના પણ ખૂબ વખાણ કર્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું.