અભિનેતા અક્ષયકુમાર સવારે 4 વાગે ઊઠીને જોગિંગ કરવા જાય છે.. 

0
1157

      બોલીવુડના અતિ ફીટ અને સ્ફૂર્તિલા અભિનેતાઓમાં અક્ષય કુમાર, જોન અબ્રાહમ અને સલમાન ખાનના નામ લેવામાં આવે છે. એમાંય અક્ષય કુમારની કામ અંગેની શિસ્તના, એની નિયમિતતાના સહુ વખાણ કરે છે. એક વરસમાં એ બોલીવુડની 4-5 ફિલ્મોમાં અભિનય કરે  છે. ફિ્લ્મોમાં એકશન સીન ખુદ કરે છે. સહ કલાકારોને પણ એ કામ કરવા માટે સતત પ્રોત્સાહન આપતો રહે છે. કદી કોઈ વિવાદમાં સપડાતો નથી. અક્ષય કુમાર ખૂબજ ચોક્કસ પ્રકારનું ડાયેટ કરે છે. સાંજે 6 વાગ્યા બાદ ભાજન કરતો નથી. શરાબ કે અન્ય કેફી દ્રવ્યો ને હાથ સુધ્ધાં લગાડતો નથી. રાતના 9 વાગે સૂઈ જાય છે અને સવારે 4 વાગે જાગીને જોગિંગ કરવા નીકળી પડે છે.  અક્ષયકુમારની મોટાભાગની ફિલ્મો ટિકિટબારી પર ખાસ્સી કમાણી કરે છે. બોલીવુડના કલાકારોમાં પણ અક્ષયનો માન અને મોભો ઊંચો છે.