અભિનય સમ્રાટ વિક્રમ ગોખલે પંચમહાભૂતમાં વિલીન

 

મુંબઈ: રંગભૂમિ અને ફિલ્મ અભિનેતા વિક્રમ ગોખલેનું ૨૬ નવેમ્બરના રોજ ૭૭ વર્ષની ઉંમરે પુણેની દિનાનાથ મંગેશકર હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર પુણેના વૈકુંઠ સ્મશાનભૂમિમાં કરવામાં આવ્યા હતા. હોસ્પિટલથી વિક્રમ ગોખલેના પાર્થિવદેહને બાલ ગાંધર્વ રંગ મંદિર લઈ જવામાં આવ્યો હતો. અહીંયા ચાહકો તથા મિત્રોએ અંતિમ દર્શન કર્યા હતા. ત્યારબાદ અહીંથી અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. તેમનું અવસાન મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરને કારણે થયું હતું. છેલ્લાં કેટલાંક દિવસથી તેઓ વેન્ટિલેટર સપોર્ટ પર હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત અક્ષય કુમાર, મનોજ વાજપેયી, અનુપમ ખેર સહિતના ફિલ્મ સ્ટાર્સે પણ શ્રદ્ધાંજલિ આપી હતી.