અફઘાનિસ્તાનની હાલત બદતર છેઃ દેશના  મોટાભાગના વિસ્તારોમાં તાલિબાનીઓએ કબ્જો જમાવી લીધો છે..

 

 અફઘાનિસ્તાન છોડીને તાકીદના ધોરણે ભારત પાછા ફરવાની ભારત સરકારે ત્યાં વસનારા તમામ ભારતીયોને તાકીદ કરી છે. ભારતની કેન્દ્ર સરકાર અફઘાનિસ્તાનમાં રહેલા ભારતીયોની સુરક્ષા માટે જરૂરી ઈંતેજામ કરી રહી છે. તાલિબાનીઓએ અફઘાનિસ્તાનના મોટાભાગના વિસ્તારો પર કબજો જમાવી લીધો છે. તાલિબાનના આતંકીઓ રાજધાની કાબુલની નજીક પહોચી ગયા છે. તેમણે કાબુલની નજીકના શહેર ગજની પર વ્યૂહાત્મક દ્રષ્ટિએ કબજો મેળવી લીધો છે. અફઘાનિસ્તાનથી અમેરિકાનું સૈન્ય પરત ગયાને હજી ગણતરીના સપ્તાહ જ વિત્યા છે. ગજની કાબુલથી  માત્ર 130 કિ.મિ. દૂર છે. અફઘાનિસ્તાનની સરકાર કે સલામતી દળો લોકોને સુરક્ષા આપવામાં નિષ્ફળ ગયા છે. તાલિબાની આતંકીઓે અફઘાનિસ્તાનના 60 ટકાથી વધુ વિસ્તારને પોતાના નિયંત્રણમાં કરી દીધો હોવાનું સત્તાવાર સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું.