અપરિણીત મહિલાઓને પણ ૨૪ અઠવાડિયા સુધી ગર્ભપાતનો અધિકારઃ સુપ્રીમ કોર્ટ

 

નવી દિલ્હીઃ અપરિણીત મહિલાઓના ગર્ભપાત કેસ પર સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે અપરિણીત મહિલાઓને ૨૪ અઠવાડિયા સુધીના ગર્ભપાતનો અધિકાર આપ્યો છે. સુપ્રીમ કોર્ટે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી રૂલ્સના નિયમ બીનો વિસ્તાર કર્યો છે. અત્યાર સુધી માત્ર પરિણીત મહિલાઓને ૨૦ અઠવાડિયાથી વધુ અને ૨૪ અઠવાડિયાથી ઓછા સમય માટે ગર્ભપાત કરવાનો અધિકાર હતો. કોર્ટે નિયમને સમાનતાના અધિકારની વિરૂદ્ધ હોવાનું ગણાવ્યું હતું.

જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કેસની સુનાવણી દરમિયાન કહ્નાં હતું કે, જેમ સમાજ બદલાય છે, સમાજના નિયમો પણ બદલાય છે, તેથી કાયદો ઍક જગ્યાઍ સ્થિર રહેવો જોઈઍ. દેખીતી રીતે અધિકારો લગ્ન બાદ આપવામાં આવે છે. બદલવું પડશે, લગ્ન વ્યક્તિના અધિકારની પૂર્વ શરત છે, હવે સમાજના રિવાજો બદલવાનું વિચારવું જોઈઍ.

વધુમાં તેમણે જણાવ્યું કે, અસુરક્ષિત ગર્ભપાત અટકાવી શકાય છે. માનસિક સ્વાસ્થ્ય વિશેની આપણી સમજને વધુ વિચારણાની જરૂર છે. સગર્ભા સ્ત્રીની આજુબાજુના વાતાવરણનું ધ્યાન રાખવું જોઈઍ. પરિણીત મહિલાઓ પણ પતિની જબરદસ્તી અને બળાત્કારનો ભોગ બની શકે છે. કોઈપણ મહિલા તેના પતિ દ્વારા સહમતિ વિનાના સેક્સ દ્વારા પણ ગર્ભવતી થઈ શકે છે. જો કોઈ સ્ત્રી પરણિત હોય તો તે તેના ગર્ભપાતનો અધિકાર છીનવી શકાતો નથી.

કોર્ટે જણાવ્યું હતું કે મેડિકલ ટર્મિનેશન અોફ પ્રેગ્નન્સી રૂલ્સ દ્વારા અપરિણીત મહિલાઓને લિવઇન રિલેશનશિપમાંથી બાકાત રાખવાનું ગેરબંધારણીય છે. કોર્ટે ઍમ પણ કહ્નાં હતું કે મેડિકલ ટર્મિનેશન અોફ પ્રેગ્નન્સી ઍક્ટ હેઠળ બળાત્કારનો અર્થ વૈવાહિક બળાત્કાર સહિત હોવો જોઈઍ. મેડિકલ ટર્મિનેશન અોફ પ્રેગ્નન્સી ઍક્ટની કલમ () (ણુ) મહિલાને ૨૦૨૪ અઠવાડિયાં પછી ગર્ભપાત કરાવવાની મંજૂરી આપે છે, તેથી માત્ર પરિણીત મહિલાઓને છૂટ આપવી અને અપરિણીત મહિલાઓને આપવી બંધારણની કલમ ૧૪નું ઉલ્લંઘન થશે

જસ્ટિસ ડી. વાય. ચંદ્રચુડ, જસ્ટિસ . ઍસ. બોપન્ના અને જસ્ટિસ જે.બી. પારડીવાલાઍ મામલે ચુકાદો આપ્યો હતો. ચુકાદો સંભળાવ્યા બાદ ઍક વકીલે બેન્ચને કહ્નાં, આજે આંતરરાષ્ટ્રીય સુરક્ષિત ગર્ભપાત દિવસ છે. બાબતે જસ્ટિસ ચંદ્રચુડે કહ્નાં મને ખબર નહોતી કે આંતરરાષ્ટ્રીય સુરક્ષિત ગર્ભપાત દિવસના દિવસે અમે ચુકાદો સંભળાવી રહ્ના છીઍ

ગર્ભપાત અને શરીર પર મહિલાઓના અધિકારોને લઈને સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય આપ્યો છે. જસ્ટિસ ડી. વાય. ચંદ્રચુડની આગેવાની હેઠળ ખંડપીઠે કહ્નાં, વિવાહિત મહિલાઓ પણ બળાત્કારનો શિકાર બની શકે છે. બળાત્કારનો અર્થ છે સંમતિ વિના સંબંધ બાંધવો અને પાર્ટનર દ્વારા હિંસા કરવી ઍક હકીકત છે. આવા કિસ્સાઓમાં પણ મહિલા બળજબરીથી ગર્ભવતી પણ બની શકે છે. જો કોઈ મહિલા રીતે બળજબરીથી સંબંધને કારણે ગર્ભવતી થાય છે તો પણ બળાત્કાર ગણી શકાય. કોઈ પણ પ્રેગ્નન્સી જેમાં મહિલા કહે છે કે તે જબરદસ્તી કરવામાં આવી છે તો તેને પણ બળાત્કાર ગણી શકાય છે.

જસ્ટિસ ઍસ. બોપન્ના અને જસ્ટિસ જે. પી. પારડીવાલાની બનેલી બેન્ચે પ્ભ્વ્ ઍક્ટનો ઉલ્લેખ કરતાં કહ્નાં હતું કે ઍક અપરિણીત મહિલા પણ ૨૪ અઠવાડિયાંના સમયગાળા સુધી કોઈની પરવાનગી વિના ગર્ભપાત કરાવી શકે છે. હાલના નિયમો મુજબ, છૂટાછેડા લીધેલા, વિધવા મહિલાઓ ૨૦ અઠવાડિયાં પછી ગર્ભપાત કરાવી શકાતો નથી. જ્યારે અન્ય મહિલાઓ માટે ૨૪ અઠવાડિયાં સુધી ગર્ભપાતની મંજૂરી આપવાની જોગવાઈ છે. મહિલા ગર્ભવતી રહે અથવા ગર્ભપાત કરાવવો જોઈઍ મહિલાના પોતાના શરીર પરના અધિકાર સંબંધિત મામલો છે.