અપરાધ સાથે  સંકળાયેલા કલંકિત ઉમેદવારોને ચૂંટણી લડતા રોકવાનો ઈન્કાર કરતી દેશની સર્વોચ્ચ અદાલત

0
864

ભારતની સુપ્રીમ કોર્ટે આજે આપેલો ચુકાદો દેશના રાજકીય ક્ષેત્ર તેમજ જાહેરજીવનની આચારસંહિતા પર પ્રકાશ ફેંકતો ઐતિહાસિક નિર્ણય છે. માત્ર ચાર્જસીટના આધારે વ્યક્તિને ચૂંટણી લડવા પર પ્રતિબંધ ના મૂકી શકાય. જો વ્યક્તિ કાયદાની નજરમાં દોષી પુરવાર થાય તો  અંગે વિચાર થઈ શકે. કલંકિત કારકિર્દી ધરાવતા ઉમેદવારોને ચૂંટણી લડતા રોકવા માટે , તેમને સંસદમાં પ્રવેશતા અટકાવવા માટે સંસદે કાયદાઓ ઘડવા જોઈએ. આપણા લોકતંત્રમાં સંસદ સર્વોપરી છે. ભ્રષ્ટ અને કલંકિત વ્યક્તિઓને ચૂંટણી લડતાં અટકાવવાની માગણી કરતી પિટિશન પર આજે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો જાહેર કર્યો હતો. સર્વોચ્ચ અદાલતે રાજનીતિનું અપરાધીકરણ ભયાનક હોવાનું જણાવીને પારદર્શિતા અનિવાયૅ હોવાના મુદા્ પર ભાર મૂક્યો હતો. પરંતુ કલંકિત નેતાઓને ચૂંટણી લડતા અટકાવવા માટે કાનૂન બનાવવાની જવાબદારી સંસદની હોવાનું જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, જયાં સુધી સંબંધિત નેતા કે આગેવાન ( ઉમેદવાર) પર મૂકવામાં આવેલા આરોપ અદાલતમાં પુરવાર ના થાય ત્યાં સુધી એવી વ્યક્તિને દોષી ગણી શકાય નહિ. આથી માત્ર ચાર્જસીટના આધારે ચૂંટણી લડતા રોકી ન શકાય. જોકે રાજકીય પક્ષોએ ચૂંટણી લડતા દરેક ઉમેદવાર વિષેની માહિતી વેબસાઈટ પર પોસ્ટ કરવી પડશે. ઉમેદવારે પોતાનો રેકોર્ડ પ્રિન્ટ તેમજ ઈલેકટ્રોનિક મિડિયામાં આપવો પડશે. અદાલતે કહયું હતું કે, ભ્રષ્ટાચાર એ ઈકોનોમિક ટેરર કહી શકાય,. અદાલતે આ બહુચર્ચિત કેસમાં ચુકાદો આપીને લોકશાહીમાં કાનૂન ઘડવાની સ્વતંત્રતા અને અધિકાર અબાધિતપણે દેશની સંસદનો હોવાની વાતનો સ્વીકાર કર્યો છે.