અપરાધના મામલામાં દોષિત ઠરેલા રાજકીય નેતાઓ સામે સુપ્રીમ કોર્ટએ કડક વલણ અખત્યાર કર્યું-

0
903

જે વ્યક્તિઓ અપરાધી મામલાઓમાં – ક્રિમિનલ કેસોમાં દોષિત જાહેર થયા છે એવા રાજકીય નેતાઓને જીવનભર ચૂંટણી લડવાના અધિકારથી વંચિત કરવાની માગણી કરતી અરજીઓ પર નિકટના સમયમાં સુપ્રીમ કોર્ટ સુનાવણી કરે એવી સંભાવના છે. અદાલતે જણાવ્યું હતું કે, આ મામલાઓને સરકાર ગંભીર ગણી રહી છે.અરજી કરનાર ફરિયાદી અશ્વિની ઉપાધ્યાયે અરજીમાં જણાવ્યું હતું કે, જન પ્રતિનિધિત્વ ધારાની કલમ 8ની જોગવાઈ અંતર્ગત, જો કોઈ વ્યક્તિને  કરેલા ગુના માટે બે વરસથી વધુ સમયની જેલની સજા થાય તો તે સજા કાપ્યા બાદ 6 વરસ સુધી એ વ્યક્તિ ચૂંટણી લડી શકતી નથી. આવા દોષિત નેતાઓને આજીવન ચૂંટણી માટે પ્રતિબંધિત કરી દેવા જોઈએ. કોઈ સરકારી અધિકારી ને સજા થાય તો તેણે આજીવન નોકરીમાંથી બરતરફ કરવામાં આવે છે. તોપછી રાજકીય નેતાઓને શામાટે મહત્વ આપવામાં આવે છે? આવો ભેદભાવ શામાટે કરવામાં આવે છે ?

  સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, આગામી ડિસેમ્બર મહિનામાં આ અરજીની સુનાવણી હાથ ધરવામાં આવશે. સુનાવણી દરમિયાન અદાલતના સલાહકારે જણાવ્યું હતું કે, દાગી નેતાઓ વિરુધ્ધના અપરાધિક મામલાની સુનાવણી માટે દરેક જિલ્લામાં એક સેશન્સ કોર્ટ હોવી જોઈએ અને ઉપરોકત અપરાધિક મામલાની સુનાવણી માટે એક મેજિસ્ટ્રેટની નિમણુક કરવામાં આવવી જોઈએ. સરકાર તરફથી આવેલા સોલીસીટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, સરકારને જન પ્રતિનિધિઓ સાથે સંકળાયેલા અપરાધિક મામલાઓની ખાસ સુનાવણી કરવા માટે વિશે અદાલત રચવાનો કોઈ વાંધો નથી.